Western Times News

Gujarati News

ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ

ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ

ચોરો રોવવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર ૪૨૬ કિલોગ્રામ વજનની પ્રતિમાને કાપીને ચોરી ગયા

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની ચોરી થવાની આઘાતજનક ઘટના સામે આવી છે. ચોરો રોવવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર ૪૨૬ કિલોગ્રામ વજનની પ્રતિમાને કાપીને ચોરી ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.સ્થાનિક પોલીસ અને મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના સોમવારે બપોરે અંદાજે ૧૨ઃ૫૦ વાગ્યાની આસપાસ બની છે.

ત્રણ જેટલા શખ્સોએ એન્ગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને પ્રતિમાને પાયામાંથી કાપી નાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, પ્રતિમાને કાપવામાં આવી છે. મેલબોર્ન પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.ભારત સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ૩ ફેબ્›આરીજણાવ્યું કે, ‘ભારત ચોરી અને તોડફોડની કડક શબ્દોમાં નિંદા કરે છે. ભારતે ઓસ્ટ્રેલિયન સત્તાધીશો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે, આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે, પ્રતિમાને શોધી કાઢવામાં આવે અને દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.’ SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.