ક્રિકેટની સંસ્થાઓમાં પૂર્વ ક્રિકેટરો જ હોવા જોઈએઃ સુપ્રીમ
બેન્ચે અરજદારોને તેમની અરજીઓ પાછી ખેંચવાની મંજૂરી આપી
બેટ પકડતા ના આવડતું હોય તેવા લોકોને ક્રિકેટ સંસ્થાઓમાં નિમવા સામે સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે રમતગમતની સંસ્થાઓનું સંચાલન બિન-નિષ્ણાતો દ્વારા કરવા અંગે મંગળવારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ક્રિકેટ એસોસિએશનોનું નેતૃત્વ નિવૃત્ત ક્રિકેટરો દ્વારા થવું જોઈએ, નહીં કે એવા વ્યક્તિઓ દ્વારા કે જેઓ “બેટ કેવી રીતે પકડવું તે પણ જાણતા નથી”.ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના એ આદેશમાં ફેરફાર કરવાનો ઈનકાર કર્યાે હતો, જેમાં કોર્ટે “ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાત”ના આરોપોને ટાંકીને ૬ જાન્યુઆરીએ યોજાનારી મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણી પર સ્ટે આપ્યો હતો.
બેન્ચ સ્ઝ્રછ દ્વારા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ સહિતની અરજીઓ પર સુનાવણી કરીને આ અવલોકન આપ્યું હતું. સીજીઆઈ એ કાર્યવાહી દરમિયાન સ્ઝ્રછના સભ્યપદમાં થયેલા અચાનક વધારા અંગે સવાલ ઉઠાવ્યા હતા. રેકોડ્ર્સ તરફ ધ્યાન દોરતા બેન્ચે નોંધ્યું હતું કે એસોસિએશનમાં ૧૯૮૬થી ૨૦૨૩ વચ્ચે ૧૬૪ સભ્યો હતા, પરંતુ ત્યારબાદ તરત જ નવા સભ્યોનો મોટો ધસારો જોવા મળ્યો હતો. સીજીઆઈએ આ મામલે અકળાઇને સવાલ કર્યાે કે, “૧૯૮૬થી ૨૦૨૩ સુધી તમારી પાસે ૧૬૪ સભ્યો હતા અને ૨૦૨૩ પછી તમે બમ્પર ડ્રો કર્યાે?”ચીફ જસ્ટિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો એસોસિએશન તેના સભ્યપદને ૩૦૦ સુધી વધારવા માંગતું હોય, તો તે જગ્યાઓ પ્રખ્યાત, નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે અનામત રાખવી જોઈએ.
“આ એવો દેશ છે જ્યાં ઉત્કૃષ્ટ ક્રિકેટરો છે; જેઓ નિવૃત્ત થયા છે તેઓ શ્રેષ્ઠ હતા,” તેમણે ઉમેર્યું, “તમે કોને લાવી રહ્યા છો? એવા લોકો કે જેઓ રમત પણ જાણતા નથી… બેટ કેવી રીતે પકડવું તે પણ જાણતા નથી. જે કંઈ થઈ રહ્યું છે તેના પર અમને વધુ લાગણીઓ વ્યક્ત કરવા મજબૂર ન કરો.” સીજીઆઈએ વધુમાં નોંધ્યું હતું કે રમતગમત સંગઠનો ખેલાડીઓને કારણે અસ્તિત્વ ધરાવે છે, વહીવટદારોને કારણે નહીં. “ક્રિકેટ સત્તાવાળાઓને કારણે નથી, તે ક્રિકેટરોને કારણે છે. હોકી એસોસિએશન હોકી ખેલાડીઓને કારણે ઓળખાય છે.
તેમને ઓછામાં ઓછું આટલું સન્માન તો આપવું જ જોઈએ.” ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપ નેતા કેદાર જાધવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરતાં કાયદાકીય લડાઇ શરૂ થઇ હતી. જાધવે આક્ષેપ કર્યાે હતો કે લગભગ ૪૦૧ સભ્યોના અચાનક ઉમેરા દ્વારા મતદાર યાદીમાં “ગેરરીતિ” કરવામાં આવી રહી છે. જાધવની અરજી મુજબ, નવા સામેલ થયેલા ઘણા સભ્યો (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારના નજીકના સંબંધીઓ અથવા વ્યવસાયિક ભાગીદારો છે.બેન્ચે અરજદારોને તેમની અરજીઓ પાછી ખેંચવાની મંજૂરી આપી અને તેમને તેમની તમામ દલીલો બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. બુધવારે આ મામલે સુનાવણી થવાની છે. SS1
