રણવીર સિંહના દમદાર લુક સાથે ‘ધુરંધર ૨’નો ફર્સ્ટ લુક આઉટ
પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું
ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે
મુંબઈ, નિર્દેશક આદિત્ય ધરની અપકમિંગ એક્શન ફિલ્મ ‘ધુરંધર ૨’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા જ મેકર્સે ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને રણવીર સિંહનો નવો લુક ફેન્સ માટે મોટો સરપ્રાઇઝ સાબિત થયો છે. પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું છે.રણવીર સિંહે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં રણવીર સિંહ એકદમ અલગ અને હિંસક અંદાજમાં જોવા મળે છે.
ભારે વરસાદ વચ્ચે ઉભેલો તેમનો લુક ફિલ્મના ટોન વિશે સ્પષ્ટ સંકેત આપે છે. તેમણે બ્લેક લેધર જેકેટ પહેર્યું છે અને ચહેરા પર ગંભીર તથા ગુસ્સાવાળી અભિવ્યક્તિ જોવા મળે છે. પોસ્ટરમાં લાલ રંગના ગ્રાફિક એલિમેન્ટ્સ ઉમેરાતા સમગ્ર વિઝ્યુઅલ વધુ અસરકારક અને જુસ્સાભર્યું લાગી રહ્યું છે.ફિલ્મનું ઓફિશિયલ ટીઝર બુધવારે બપોરે ચોક્કસ ૧૨ઃ૧૨ વાગ્યે રિલીઝ થવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. ટીઝર રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું.
ફિલ્મપ્રેમીઓ અને રણવીર સિંહના ચાહકો આતુરતાપૂર્વક ટીઝરની રાહ જોઈ રહ્યા છે.‘ધુરંધર ૨’ને પાન-ઇન્ડિયા રિલીઝ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. બહુભાષીય રિલીઝને કારણે ફિલ્મના બોક્સ ઓફિસ પર મોટા ઓપનિંગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે ટીઝર બાદ ફિલ્મને લઈને ઉત્સાહ કેટલો વધુ વધે છે. SS1
