UPL એ ગુજરાતમાં સારસ ક્રેન સંરક્ષણ પ્રયાસોને દર્શાવી ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ની ઉજવણી કરી
- ભારતમાં સંકટગ્રસ્ત પ્રજાતિ સારસ ક્રેનની સૌથી વધુ વસ્તીમાં ગુજરાત બીજા ક્રમ પર છે.
- વન વિભાગ, UPL અને સમુદાયના સામૂહિક પ્રયત્નોથી સારસ ક્રેનની વસ્તી વર્ષ 2015-16માં 500 હતી, જે વર્ષ 2024-25માં 1477 થઈ ગઈ, એટલે કે આશરે 3 ગણો વધારો થયો છે.
- ગ્રામજનોને “પ્રકૃતિના મિત્રો” તરીકે સન્માનિત કરવામાં આવ્યા, જેમણે સૌથી વધુ સંખ્યામાં સારસ ક્રેન જોવા અને માળાઓ બનાવવાના સ્થળોને રેકોર્ડ કર્યા હોય.
વાપી: ટકાઉ ખેતીને લગતા ઉકેલો પૂરાં પાડવામાં વિશ્વની અગ્રણી UPL લિમિટેડે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખેડાના પારિજ વેટલેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેને આ વર્ષે “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાનઃ સાંસ્કૃતિક વારસાની ઉજવણી” થીમ અંતર્ગત ઉજવાય છે. UPL marks World Wetlands Day with 4th Sarus Crane festival showcasing Sarus Crane Conservation Efforts in Gujarat.
આ વર્ષના ફેસ્ટીવલમાં એ વાત પર વિશેષ ભાર આપવામાં આવ્યો કે ખેડૂતો તથા સ્થાનિક સમુદાયની પેઢીઓ તેમના પરંપરાગત ઈકોલૉજિકલ જ્ઞાન, સિઝનલ જમીન-ઉપયોગની કામગીરી તથા સારસ ક્રેન પ્રત્યે સાંસ્કૃતિક સન્માન મારફતે વેટલેન્ડ ઈકોસિસ્ટમને બચાવવામાં કેટલી મહત્વની ભૂમિકે ભજવે છે.
ભારતીય સારસ ક્રેન કે જે વિશ્વમાં સૌથી ઊંચે ઉડનારું પક્ષી છે અને IUCN રેડ લિસ્ટમાં સંકટગ્રસ્ત કેટેગરીમાં સામેલ છે, તે પરંપરાગત રીતે આહાર લેવા તથા પ્રજનન માટે વેટલેન્ડ્સ તથા ખેતરમાં રહે છે. ભારતમાં આશરે 15,000-20,000 સારસ ક્રેન વસવાટ કરે છે.
એક સમયે રહેણાક વિસ્તારને નુકસાન અને વેટલેન્ડ ખરાબ હોવાથી જોખમનો સામનો કરતાં સારસ ક્રેનની વસ્તીમાં ગુજરાતના ખેડા તથા આણંદ જિલ્લામાં એક શાનદાર સુધારો જોવા મળ્યો છે. હવે પરિવર્તન UPLના સારસ સંરક્ષણ પ્રોજેક્ટને લીધે શક્ય બન્યું છે, જે વર્ષ 2015માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો સાથે મળીને ગેરસમજને દૂર કરવા તથા ટકાઉ, જમીની સંરક્ષણ પદ્ધતિને ઉત્તેજન આપવાનું કામ કરે છે. તેના પરિણામે સારસ ક્રેનની વસ્તી વર્ષ 2015-16માં આશરે 500 પક્ષીઓથી વધીને વર્ષ 2024-25માં 1,477 થઈ ગઈ છે, જે આશરે 3 ગણાથી વધારે છે.
આ કાર્યક્રમમાં શ્રી સૂરજ બારોટ, ખેડા વિભાગ માટે પ્રાંત અધિકારી સબ–ડિવિઝનલ મેજિસ્ટ્રેટ; શ્રી અનિરુદ્ધ વસાવા: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, VNC (Voluntary Nature Conservancy); ડૉ. લીમા રોઝલિંડ, IUCN રિજનલ કાઉન્સિલર, દક્ષિણ અને પૂર્વી એશિયા; શ્રી અભિષેક સમરિયા, IFS, DCF, સોશિયલ ફોરેસ્ટ્રી ડિવીઝન–નડિયાદ; ડૉ.જતિંદર કૌર, પ્રોગ્રામ મેનેજર-UPL સારસ સંરક્ષણની સાથે UPL લિમિટેડના અન્ય પ્રતિનિધિ તથા 15 શાળા અને 3 કોલેજના ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો.
ઈન્ટરેક્ટીવ એક્ટિવિટીની એક સીરિઝ કે જેમાં સારસ ક્રેનના જીવન ચક્રને દર્શાવનાર વિદ્યાર્થીઓના પર્ફોમન્સ, ફોટોગ્રાફી સ્પર્ધા, બર્ડ-વૉચિંગ સેશન, ફોટો એક્ઝિબિશન, ક્વિઝ તથા પોસ્ટર તૈયાર કરવાની સ્પર્ધાનો સમાવેશ થતો હતો, તેમાં ભાગ લેનારને વેટલેન્ડ્સનું શું મહત્વ છે તથા સારસ ક્રેનને સપોર્ટ કરવામાં તેમની કેવી ભૂમિકા રહેલી છે તે અંગેની માહિતીનો સમાવેશ થયો. નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ તથા વૉલેન્ટીયર્સ માટે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગનું પણ આયોજન કર્યું, જેમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે દેશી છોડોની પ્રજાતિઓ પક્ષીઓ, પતંગિયા, તથા મધમાખીઓને આકર્ષિક કરવામાં મદદ કરે છે, જેથી ઈકોલૉજિકલ સંતુલન જળવાઈ રહે છે.
ફેસ્ટીવલમાં મુખ્ય અતિથિ ખેડા વિભાગના પ્રાંત અધિકારી તથા ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ શ્રી સૂરજ બારોટે જણાવ્યું હતું કે, “વેટલેન્ડ્સ બાયોડાયવર્સિટી તથા પર્યાવરણની સ્થિરતા જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે.સારસ ક્રેન તથા તેના રહેણાકની જગ્યાનું રક્ષણ કરવા માટે UPL તથા સ્થાનિક સમુદાય દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા થવી જોઈએ. આપણા કુદરતી સંશાધનોની રક્ષા માટે આ પ્રકારની પહેલની ખૂબ જ જરૂર છે.”
દક્ષિણ અને પૂર્વ એશિયા બાબતોના IUCN રિજનલ કાઉન્સિલર ડૉ.લીમા રોઝલિંડે જણાવ્યું હતું કે, “સારસ ક્રેન ફેસ્ટિવલ પ્રજાતિઓના સંરક્ષણ માટે UPLની કટિબદ્ધતાનો ઉત્તમ પૂરાવો છે. સમુદાયની સહભાગીતાને પ્રોત્સાહન આપવા આ વર્ષના ફેસ્ટીવલમાં યુવા વિદ્યાર્થીઓ, વૉલેન્ટીયર્સ તથા સ્થાનિક સમુદાયોને બાયોડાયવર્સિટી સંરક્ષણ અને ક્લાઈમેટ એક્શનમાં સામેલ કરીને પોતાની પહોંચને વધારી છે.”
UPL લિમિટેડના સિનિયર લીડ-CSR, શ્રી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, “સંરક્ષણ એક સામુહિક જવાબદારી છે, અને સારસ ક્રેન ફેસ્ટિવલ મારફતે UPLમાં અમારો ઉદ્દેશ સ્થાનિક સમુદાયો, ખાસ કરીને યુવા પેઢીને આ શાનદાર પક્ષીઓ તથા તેમના રહેણાકની જગ્યાનું રક્ષણ કરવામાં સામેલ કરવાનો છે.”
સારસ સંરક્ષણ કાર્યક્રમે 40 ગામોમાં 90 ગ્રામીણ સારસ સંરક્ષણ ગ્રુપ વૉલેન્ટિયર્સનું એક વિશાળ નેટવર્ક બનાવ્યું છે, જે માળા, ઈંડા તથા બચ્ચાને શિકાર તથા હુમલાથી બચાવવાને લગતી કામગીરી સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સમુદાયોને સારસ ક્રેનના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા છે.
એક ખાસ સન્માન કાર્યક્રમમાં ગામના લોકોને “ફ્રેન્ડ્સ ઓફ નેચર-પ્રકૃતિના મિત્રો” તરીકે સારસ ટ્રૉફી આપીને સન્માનિત કરવામાં આવ્યા, કારણ કે તેમણે સૌથી વધારે પ્રમાણમાં સારસ ક્રેનને જોવા તથા તેમના માળા ધરાવતી જગ્યાને નોંધી હતી, તેનાથી સમુદાયોના નેતૃત્વ હેઠળ સંરક્ષણને લગતા પ્રયત્નોને વધારે પ્રોત્સાહન મળ્યું. આ કાર્યક્રમમાં વૉલેન્ટીર નેચર કન્ઝર્વેન્સી (VNC)ને પણ એક સહયોગી સંગઠન તરીકે માન્યતા આપવામાં આવી. તેમના સમર્પિત પ્રયત્નો તથા ભાગીદારીએ સમુદાય-આધારિત સંરક્ષણ પહેલોને આગળ વધારવામાં અત્યંત મહત્વનું યોગદાન આપ્યું છે.
