Western Times News

Gujarati News

ધનુષ સાથે લગ્ન બાબતે મૃણાલે મૌન તોડ્યું

સ્ત્રી છે કે પુરુષ, તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે પ્રેમમાં હોય એ વ્યક્તિ માટે તમે બધું જ કરો છો ઃ મૃણાલ

આ દુનિયામાં દરેકને પ્રેમ મળવો જોઈએ ઃ મૃણાલ

મુંબઈ, મૃણાલ હાલ તેના નવા સિંગલ ‘ભીગી ભીગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાથે જ છેલ્લા કેટલાંક વખતથી તેનાં ધનુષ સાથે લગ્ન થવાની ચર્ચા પણ વારંવાર વાયરલ થઈ રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે આ અંગે ખુલાસો કર્યાે છે અને પ્રેમ માટેના તેના વિચારો વ્યક્ત કર્યાં હતાં. મૃણાલે કહ્યું હતું કે પ્રેમ એવી બાબત છે કે જે વ્યક્તિને પોતાનાં એક સારા વર્ઝનનો પરિચય કરાવે છે. એક ઇન્ટરવ્યુમાં મૃણાલે કહ્યું, “મને લાગે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે અને આ દુનિયામાં દરેકને તેનો અનુભવ થવો જોઈએ.

તે તમને એક સારી વ્યક્તિ બનવામાં મદદ કરે છે. તે ખરેખર તમારી અંદરના બાળકને ફરી મોટું કરવા અને તેની તકલીફો દુર કરવા જેવો અનુભવ છે. એ દુનિયાની સૌથી સુંદર બાબત સમાન છે. હું ખરેખર પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે દુનિયામાં દરેકને પ્રેમ મળે.”સ્ત્રી જ્યારે પ્રેમમમાં હોય છે, ત્યારે તેનામાં સમર્પણ ભાવ વધુ હોય છે, આ અંગે એક સ્પષ્ટતા કરતાં મૃણાલે જણાવ્યું, “જરૂરી નથી. હું આ વાતમાં સહમત નથી. જે પણ પ્રેમમાં હોય, તેનામાં સમર્પણભાવ હોય છે. પરંતુ પ્રેમમાં સ્વીકૃતિ પણ મહત્વની છે.

ક્યારેક પ્રેમ પામવો અને પ્રેમની નોંધ લેવાય તે અઘરું હોય છે. પ્રેમની પરિભાષા બદલાઇ રહી છે.”આગળ મૃણાલ કહે છે, “જો કોઈ એક વાત સતત હોય તો એ પ્રેમ છે. તમે તેને કઈ રીતે સમજો છો, તે મહત્વનું છે, એક પ્રેમી તરીકે કે એક પ્રેમ પામનાર તરીકે. સ્ત્રી છે કે પુરુષ, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે પ્રેમમાં હોય એ વ્યક્તિ માટે તમે બધું જ કરો છો. તમે તેને સમર્પિત થઈ જાઓ છો.” તેનું ગીત ભીગી ભીગી ઇર્શાદ કામિલે લખ્યું છે અને રહેમાને કમ્પોઝ કર્યું છે, તેમજ જસલીન રોયલે ગાયું છે. તેમાં તેની સાથે દલકીર સલમાન પણ છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.