અદિતિએ ઇમ્તિઆઝ અલીની ‘ઓ સાથી રે’ને ઘણી ચેલેન્જિંગ ગણાવી
અદિતિએ ઇન્ટરવ્યુમાં ઇમ્તિઆઝ અલી સાથે કામ કરવાની લાલચ વિશે વાત કરી
‘ઓ સાથી રે’ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં વિન્ટેજ સ્ટાઇલમાં આકાર લેતી એક લાગણીસભર લવ સ્ટોરી ગણાવાઈ
મુંબઈ, અદિતિ રાવ હૈદ્રી ફરી એક વખત ઇમ્તિઆઝ અલીની ફિલ્મમાં ચમકવા જઈ રહી છે. તેણે આ પહેલાં તેમની સાથે રોકસ્ટારમાં કામ કર્યું હતું, જોકે, તેમાં તેનો રોલ ખાસ લાંબો નહોતો. ત્યારે એક વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ તો દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. અદિતિ ઇમ્તિઆઝ અલી સાથે ‘ઓ સાથી રે’ ફિલ્મમાં કામ કરી રહી છે.
નેટફ્લિક્સ પ્રોડક્શન્સ દ્વારા આ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં વિન્ટેજ સ્ટાઇલમાં આકાર લેતી એક લાગણીસભર લવ સ્ટોરી ગણાવાઈ છે. આ ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યુમાં અદિતિ રાવ હૈદ્રીએ વાત કરી હતી. તેણે ઇમ્તિઆઝ અલી સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. અદિતિએ કહ્યું, “ઇમ્તિઆઝ અલી એવા ડિરેક્ટર છે, જેની સાથએ કામ કરવા માટે હું હંમેશા આતુર રહી છું. હું ટૂંકા સમય માટે રોકસ્ટાર હતી. તેથી તેમની સાથે એક આખી ફિલ્મ કરવાની લાલચ મારા મનમાં હંમેશા રહી છે.
આ ફિલ્મમાં પણ તેઓ થોડા વખત માટે જ હાજર હતા, કારણ કે આ ફિલ્મનો ઘણો હિસ્સો આરીફ અલીએ ડિરેક્ટ કર્યાે છે. ઇમ્તિઆઝ અલીએ આ ફિલ્મ લખી છે અને અંતિમ ભાગ ડિરેક્ટ કર્યાે છે. તેઓ ક્ષણિક વારમાં જે રીતે વિચારીને નિર્ણય લઇ લે છે અને તેઓ જે રીતે વિચારે છે અને તેમની જે ઉર્જા છે. તેઓ મોનિટરમાં પણ બેસતા નથી. તેઓ ખરેખર તમારી સામે જોઈને બેસી રહે છે. મને એ બધાંમાં બહુ જ મજા આવે છે. એ એકદમ તત્પર રહે છે ને સતત તેમના આઇડિયા આવતા રહે છે. એની ઘણી મજા છે. SS1
