Western Times News

Gujarati News

રોહિત શેટ્ટીએ ફાયરિંગની ઘટના પછી મિત્રોને પોતાના ઘરે ન આવવા કહ્યું

બિશ્નોઇ ગેંગ દ્વારા આ ફાયરિંગની જવાબદારી લેવામાં આવી છે

અજય દેવગન પણ હાલ રોહિત શેટ્ટીને મળવા જઈ શકે તેમ નથી. પરંતુ આ સ્થિતિમાં અજયે તેના મિત્રને દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપી

મુંબઈ, રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ બિશ્નોઈ ગેંગ દ્વારા તેની જવાબદારી લેવામાં આવી હતી. ત્યારે હવે રોહિત શેટ્ટીએ તેના મિત્રોને તેને થોડા વખત માટે એકલો છોડી દેવા વિનંતિ કરી છે. આ અંગે રોહિત શેટ્ટીની એક મિત્રએ નામ ન આપવાની શરતે કેટલાક અહેવાલોમાં જણાવ્યું છે, “એને એકલો છોડી દો..ભલે એ થોડું ખરાબ લાગે, પણ એ જ સત્ય છે. રોહિતે વ્યક્તિગત રીતે તેના દરેક મિત્રોને વિનંતિ કરી છે કે, હમણા કોઈ તેના ઘરે કોઈ તેને મળવા ન જાય.

તમારે એ સમજવું જોઈએ, રોહિત ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો વ્યક્તિ છે. જેવા તેના ઙર બહાર ફાયરિંગના સમાચાર ફેલાયા એવો તેના પર મેસેજ અને કોલના વરસાદ થઈ ગયો હતો. પોલિસે તેને બિલકુલ એકલા રહેવાની સલાહ આપી છે, જેથી તેઓ પોતાની તપાસ આગળ વધારી શકે.”રોહિત શેટ્ટીનો અંગત મિત્ર અજય દેવગન પણ હાલ તેને મળવા જઈ શકે તેમ નથી.

પરંતુ આ સ્થિતિમાં અજયે તેના મિત્રને દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપી છે.આ અહેવાલમાં આગળ કહેવાયું છે, “તમારે એ સમજવું જોઈએ કે આ લોકોને બસ ધંધાથી મતલબ છે. એ લોકો તેને મારવા માગતા હતા. રોહિતે બધાં જ જાહેર કાર્યક્રમો પણ રદ્દ કરી નાખ્યા છે. આ ગેંગસ્ટર્સ ફરી એક વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આતંક ફેલાવવા માગે છે, જેવું તેમણે ૧૯૯૯-૨૦૦૦માં કર્યું હતું.” SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.