Western Times News

Gujarati News

કૃષિ અને ડેરીમાં ભારતના હિત સુરક્ષિતઃ કેન્દ્રીય મંત્રી

યુએસ ડીલ પર લોકસભામાં બોલ્યા પીયુષ ગોયલ

(એજન્સી)નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં નિવેદન આપ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ કહ્યુ કે પીએમ મોદીના ફેબ્રુઆરી ૨૦૨૫ના અમેરિકાના પ્રવાસ બાદ બંને પક્ષોના વાર્તાકારોએ ગંભીર ચર્ચા કરી. ભારતીય પક્ષ પોતાના સંવેદનશીલ પક્ષોની રક્ષા કરવામાં સફળ રહ્યો.

પીએમ મોદીએ ઘણીવાર ટ્‌ર્મ્પ સાથે વાતચીત કરી. ત્યારબાદ અમેરિકાએ ભારત પર ટેરિફ ૫૦ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરી દીધો છે. આ ટેરિફ દર ઘણા દેશો પર લાગેલા ટેરિફથી ઓછો છે. કૃષિ અને ડેરી ક્ષેત્રમાં આપણે ભારતના હિતને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યાં છીએ.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં કહ્યુ કે ભારત અને અમેરિકા એકબીજાની પૂરક અર્થવ્યવસ્થા છે. અમેરિકા ડેટા, ઉર્ચાના ક્ષેત્રમાં અગ્રણી દેશ છે અને આપણે આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ઘણા ક્ષેત્રોમાં ભારતની નિકાસ અમેરિકામાં ખૂબ વધશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે આ સમજુતિ નવાચારને ગતિ પ્રદાન કરશે. આ ભારતના હિતમાં છે અને દેશને ખૂબ લાભ થશે.

સાંસદોના હંગામા વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યુ- પીએમ મોદીની ફેબ્રુઆરી ૨૦૨૫ની અમેરિકાની યાત્રા બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંતુલિત, પરસ્પર રૂપથી, લાભકારી અને દ્વિપક્ષીય ટ્રેડ ડીલ કરવાને લઈને સતત અને નિયમિત ચર્ચા થતી રહી છે. પાછલા વર્ષે બંને પક્ષોની વાતચીત કરનારે અલગ-અલગ સ્તર પર વિસ્તારથી ચર્ચા કરી.

તેમણે કહ્યું- વાતચીત દરમિયાન બંને પક્ષોના જરૂરી હિતોને ધ્યાનમાં રાખતા, તે સ્વાભાવિક છે કે બંને પક્ષ પોત-પોતાના જરૂરી અને સંવેદનશીલ ક્ષેત્રોની સુરક્ષા કરવા ઈચ્છશે અને સૌથી સારૂ પરિણામ લાવવા પણ ઈચ્છશે.

આપસી વાતચીત દરમિયાન ભારતીય પક્ષે પોતાના સંવેનદશીલ ક્ષેત્રો, ખાસ કરી કૃષિ અને ડેરીના હિતોની રક્ષા કરવામાં સફળ રહ્યું. એક વર્ષની વાતચીત બાદ બંને પક્ષ દ્વિપક્ષીય વ્યાપાર સમજુતિના વિવિધ ક્ષેત્રોને અંતિમ રૂપ આપવામાં સફળ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.