Western Times News

Gujarati News

મંદિરમાં ચોરી કરી ભાગી રહેલા ભાઇ-બહેન નદીમાં કૂદ્યા

પ્રતિકાત્મક

મંદિરમાંથી ચોરી કરી ભાગતા એક યુવક અને તેની સગીર બહેનને સ્થાનિક લોકોએ જોઈ જતા બંને બચવા માટે અંબિકા નદીમાં કૂદી ગયા

નવસારી, નવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાંથી ચોરી કરી ભાગતા એક યુવક અને તેની સગીર બહેનને સ્થાનિક લોકોએ જોઈ જતા બંને બચવા માટે અંબિકા નદીમાં કૂદી ગયા હતા.

આ મામલે તત્કાળ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. . બંને ભાઇ બહેન ચોરીના સામાન સાથે નદીમાં કૂદતા જ બીલીમોરા પોલીસ હરકતમાં આવી હતી.ભાઈ-બહેન નદીમાં કૂદી નજીકના કોતરમાં છુપાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ડ્રોન કેમેરા અને હોડીની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

કલાકો સુધી ચાલેલી જહેમત બાદ પોલીસે ચોરી કરી ભાગતા ભાઈ-બહેનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મંદિરમાંથી ચોરી કરેલ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે એક યુવક અને તેની સગીર બહેનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.