આલિયાએ દ્રશ્યમના ડિરેક્ટરની ફિલ્મ હાઉસવાઈફ સ્વીકારી
રાજકુમાર રાવ આલિયાનો હિરો હશે.. જોકે, આ બાબતે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી
આલિયા સામે હિરો તરીકે રાજ કુમાર રાવને સાઈન કરાયો હોવાનું કહેવાય છે.
મુંબઈ, આલિયા ભટ્ટ ‘લવ એન્ડ વોર’ અને ‘આલ્ફા’ બાદ નવી ફિલ્મ ‘હાઉસવાઈફ’માં દેખાશે. અજય દેવગનની હિન્દી ‘દ્રશ્યમ‘ ડિરેકટ કરનારા અભિષેક પાઠક આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મના ટાઈટલ પરથી સંકેત મળે છે તેમ આલિયા આ ફિલ્મમાં એક ગૃહિણીનું પાત્ર ભજવશે. ફિલ્મની કથા લગ્નજીવનમાં વિસંવાદ બાબતે હોવાની સંભાવના છે.
આલિયા સામે હિરો તરીકે રાજ કુમાર રાવને સાઈન કરાયો હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. આલિયાની ‘આલ્ફા’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ લંબાયા કરે છે. બીજી તરફ અભિષેક પાઠક હાલ ‘દ્રશ્યમ થ્રી’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. SS1
