વડાલી તાલુકાના કંબોસણી ગામના નિવૃત્ત કર્મચારી સાથે રૂ. ૨૩.૧૮ લાખની ઠગાઈ
બંધ વીમા પોલિસીના પ્રિમીયમનો ચેક મોકલી છેતરપિંડી કરી
કર્મચારીએ વર્ષ ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન ત્રણ ખાનગી કંપનીઓમાંથી વીમા પોલીસી લીધી હતી
હિંમતનગર,વડાલી તાલુકાના કંબોસણી ગામના એક નિવૃત્ત કર્મચારી સાથે બે અજાણ્યા વ્યકિતઓએ ઈરડાના મેનેજરની ખોટી ઓળખ આપીને ટપાલ મારફતે મોકલી આપેલા ચેકના ઓર્ડરમાં રૂ. ૯૭.૭૧ લાખની રકમ મળવાપાત્ર થાય છે તેમ કહી કંબોસણીના આ વૃદ્ધાને લાલચ આપી ખાતા નંબરો વોટ્સએપ મારફતે મેળવી લીધા હતા. ત્યારબાદ જણાવેલ રકમમાંથી ૧પ ટકા રકમ પ્રથમ જમા કરાવવાનું કહી આ બંને જણાએ અંદાજે રૂ. ર૩.૧૮ લાખ લઈ લીધા બાદ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.
જે અંગે વડાલી પોલીસ મથકમાં બે વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે વડાલી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, કંબોસણી ગામે રહેતા નિવૃત્ત કર્મચારી દલપતસિંહ રામસિંહ ચૌહાણનો સંજય મિશ્રા તથા એસ.એન. સેનાપતિએ મોબાઈલ પર સંપર્ક કરી જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન ત્રણ ખાનગી કંપનીઓમાંથી વીમા પોલીસી લીધી હતી. પરંતુ પ્રિમીયમ ભરપાઈ ન કરતાં આ પોલિસીઓ બંધ થઈ ગઈ હતી.
આથી સંજય મિશ્રા અને એસ.એન. સેનાપતિએ પોતે ઈરડાના મેનેજર તરીકેની ઓળખ આપ્યા બાદ દલપતસિંહ ચૌહાણને ટપાલ મારફતે ઓર્ડર તેમજ રૂ. ૯૭.૭ર લાખની રકમ મળવાપાત્ર થાય છે, તેવી લાલચ આપી દલપતસિંહ ચૌહાણને વોટ્સએપ કોલ મારફતે જાણ કરી ખાતાઓમાંની રકમ પૈકી ૧પ ટકા રકમ પ્રથમ જમા કરાવવા માટે કહ્યું હતું.ત્યારબાદ આ બંને ઠગોએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ. ર૩,૧૮,૦૭૧ મોકલ્યા હતા. જોકે, આજદિન સુધી પરત નહીં આપી દલપતસિંહ ચૌહાણ સાથે છેતરપિંડી કરતાં દલપતસિંહ ચૌહાણે સંજય મિશ્રા અને એસ.એન. સેનાપતિ સામે વડાલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1
