Western Times News

Gujarati News

લલ્લનટોપના જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીનું એક્ટિંગમાં ડેબ્યુ

નેટફ્લિક્સની સિરીઝ ‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન સાથે જોવા મળશે

‘કર્તવ્ય’ એક એવા પોલીસ અધિકારીની કહાની છે, જે પોતાના પરિવારની સુરક્ષા જોખમમાં મુકાય ત્યારે ગંભીર નૈતિક અસમંજસનો સામનો કરે છે

મુંબઈ,જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીએ લલ્લનટોપ છોડ્યાની વાત ખુબ વાયરલ થઈ ગઈ હતી. સૌરભ દ્વિવેદી હવે અભિનય ક્ષેત્રમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. નેટફ્લિક્સની ૨૦૨૬ની કન્ટેન્ટ સ્લેટ અનુસાર, દ્વિવેદી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત આવનારી નેટફ્લિક્સ સિરીઝ ‘કર્તવ્ય’થી કરશે. આ સિરીઝમાં તે સૈફ અલી ખાન અને રસિકા દુગલ સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પર સિરીઝના કેરેક્ટર્સનું પોસ્ટર્સ શેર કરતા લખ્યું, “ધર્મ અને કર્મના યુદ્ધમાં, શું કર્તવ્ય જીત મેળવી શકશે? જુઓ ‘કર્તવ્ય’, જલ્દી જ, માત્ર નેટફ્લિક્સ પર.”પોસ્ટમાં સૌરભ દ્વિવેદીને જોઈને અનેક ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. આ પોસ્ટ પર પણ કમેન્ટ્‌સનો વરસાદ થઈ ગયો હતો. ‘કર્તવ્ય’નું ડિરેક્શન પુલકિતે કર્યું છે, જે અગાઉ થ્રિલર ફિલ્મ ‘ભક્ષક’નું નિર્દેશન કરી ચુક્યા છે.

આ સિરીઝનું નિર્માણ ગૌરી ખાન દ્વારા રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઇન્વેસ્ટિગેશન ડ્રામાન વાર્તાવાળી આ સિરીઝમાં સંજય મિશ્રા, ઝાકિર હુસૈન અને મનીષ ચૌધરી પણ મહત્વના રોલમાં જોવા મળશે.‘કર્તવ્ય’ એક એવા પોલીસ અધિકારીની કહાની છે, જે પોતાના પરિવારની સુરક્ષા જોખમમાં મુકાય ત્યારે ગંભીર નૈતિક અસમંજસનો સામનો કરે છે. હાલ આ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.