મનોજ બાજપેયીની ‘ઘૂસખોર પંડત’ને રોકવા માટે પિટિશન દાખલ કરાઈ
ફિલ્મ પર સ્ટે લાવવા માટે દિલ્હી હાઇ કોર્ટમાં પિટિશન કરાઈ
‘ઘૂસખોર પંડત’ એક વન-નાઈટ થ્રિલર છે, જે ભ્રષ્ટ અને નૈતિક રીતે ખોખલા પોલીસ અધિકારી અજય દિક્ષિતની વાર્તા રજૂ કરે છે
મુંબઈ,મનોજ બાજપેયી અને નીરજ પાંડેની આવનારી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ રિલીઝ પહેલાં કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનો દાવો છે કે ફિલ્મનું નામ એક ચોક્કસ ધાર્મિક સમુદાય અને તેની પરંપરાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.મનોજ બાજપેયી અને નીરજ પાંડે ફરી એકવાર ક્રાઇમ થ્રિલર સાથે પાછા આવ્યા છે.
‘ઘૂસખોર પંડત’ નામની આ ફિલ્મની જાહેરાત ૩ ફેબ્›આરીએ નેટફ્લિક્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા પોલીસ અધિકારી અજય દિક્ષિતની છે, જેને લોકો ‘પંડત’ તરીકે ઓળખે છે. અજય એક એવી રાતની યોજના બનાવે છે, જે રોમાંચક અને કમાણીથી ભરપૂર રહેશે, પરંતુ દિલ્હી શહેરની મધ્યમાં એક ગંભીર રીતે ઘાયલ યુવતીને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવે છે. આ યુવતીની ઓળખ જાણવા જતા તે એક વૈશ્વિક ષડયંત્રમાં ફસાય છે.ફિલ્મની જાહેરાત બાદ તરત જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ફિલ્મની ટીકા કરી હતી અને બ્રાહ્મણ સમુદાય પ્રત્યે ફિલ્મનું શીર્ષક ‘અપમાનજનક’ હોવાનું જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર ઉઠેલા વિરોધ વચ્ચે, દિલ્હી હાઇકોર્ટમાં ‘ઘૂસખોર પંડત’ સામે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનું નામ અને પ્રમોશનની પ્રવૃત્તિઓ ‘પંડત’ (અથવા પંડિત) શબ્દને ભ્રષ્ટાચાર અને લાંચ સાથે જાણબૂઝીને જોડે છે. વકીલ વિનીત જિંદાલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં નેટફ્લિક્સ પર ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે ફિલ્મની સામગ્રી ‘સાંપ્રદાયિક રીતે અપમાનજનક અને બદનામ કરે’ તે પ્રકારની છે અને તે બ્રાહ્મણ સમુદાયની ગૌરવ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.ફિલ્મને કારણે “સામુહિક બદનામી અને નફરત” સર્જાઈ શકે છે, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, ફિલ્મનું નામ અને કન્ટેન્ટમાં ‘પંડત’ શબ્દનો ઉપયોગ જાણબૂઝીને થયેલો ઉપયોગ એક જાણીતા ધાર્મિક અને સામાજિક સમાજને ભ્રષ્ટાચાર અને લાંચ સાથે જોડે છે, જેના કારણે સમગ્ર સમુદાયની જાહેરમાં પ્રતિષ્ઠા ખરડાય છે. સાથે જ બંધારણની કલમ ૧૯(૧)(ટ્ઠ) હેઠળ મળતું અભિવ્યક્તિ સ્વાતંર્ત્ય સંપૂર્ણ નથી અને તે હેટ સ્પીચ, બદનામી અથવા સાંપ્રદાયિક સૌહાર્દ, જાહેર વ્યવસ્થા અને બંધારણીય નૈતિકતાને નુકસાન પહોંચાડે છે. અરજીમાં કેન્દ્ર સરકારને પણ નેટફ્લિક્સ સામે યોગ્ય પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
આ મામલે નેટફ્લિક્સ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ‘ઘૂસખોર પંડત’ એક વન-નાઈટ થ્રિલર છે, જે ભ્રષ્ટ અને નૈતિક રીતે ખોખલા પોલીસ અધિકારી અજય દિક્ષિતની વાર્તા રજૂ કરે છે. એક અચાનક મુલાકાત તેની આયોજનોને ખોરવી નાખે છે અને તેને અપેક્ષા કરતાં ઘણી મોટી ઘટનાઓનાં વમળમાં ફસાય છે. દિલ્હી શહેરમાં એક જ રાત દરમિયાન આગળ વધતી આ ફિલ્મમાં એક યુવતીને ચાલતી કારમાંથી ફેંકી દેવાની ઘટના કેન્દ્રમાં છે. ઘાયલ યુવતીને હોસ્પિટલ સુધી લઈ જતો પોલીસ અધિકારી અનેક પરિસ્થિતિઓનો સામનો કરે છે. મનોજ બાજપેયીની આગેવાની હેઠળ, ફિલ્મની વાર્તા એક્શન અને પરિસ્થિતિઓ સાથે આગળ વધે છે.”ફિલ્મનું ડિરેક્શન રીતેશ શાહે કર્યું છે, જ્યારે નીરજ પાંડેએ ફિલ્મ લખી છે. ss1
