Western Times News

Gujarati News

ઇસ્લામાબાદની મસ્જીદમાં હુમલો કરનાર સુસાઈડ બોમ્બર પાકિસ્તાની નાગરીક હતો

ઇસ્લામાબાદમાં જુમ્માની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, ૩૧થી વધુના મોત

વિસ્ફોટ બાદ ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરાઈઃ શિયા મસ્જિદ, કસર-એ-ખાદીજાતુલ કુબ્રામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયોઃ ૭૧થી વધુની હાલત અત્યંત ગંભીર

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ, કસર-એ-ખાદીજાતુલ કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. ૩૧ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને ૧૬૯ થી વધુ ઘાયલ થયા છે. #islamabadAttack

વિસ્ફોટ બાદ ઇસ્લામાબાદમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પોલીસ અને દળોએ શિયા મસ્જિદની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને કોઈ આતંકવાદી સંગઠન કે વ્યક્તિએ જવાબદારી લીધી નથી.

The suicide bomber who carried out the attack at a mosque in Islamabad was a Pakistani citizen from Peshawar

વર્લ્ડ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એક વ્યક્તિએ મસ્જિદના દરવાજા પર પોતાને ઉડાવી દીધો. ઇસ્લામાબાદ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ઘાયલોને બચાવી રહી છે. ઘાયલોને પાકિસ્તાન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને સીડીએ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પીઆઈએમએસના એÂક્ઝક્્યુટિવ ડિરેક્ટરના નિર્દેશ પર, હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે, એક પ્રવક્તાએ પાકિસ્તાની અખબાર ડોનને પુષ્ટિ આપી. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ઇમરજન્સી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગો સક્રિય કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન સરકારના મંત્રી ડૉ. તારિક ફઝલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર લખ્યું, હું ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટની સખત નિંદા કરું છું. મને જાનહાનિથી દુઃખ થયું છે. આવી આતંકવાદી ઘટનાઓ રાષ્ટ્ર અને તેના લોકોના મનોબળને તોડી શકે નહીં. આપણે બધાએ શાંતિ, સહિષ્ણુતા અને સ્થિરતા માટે એક થવું જોઈએ અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ.

લગભગ ત્રણ મહિના પહેલા, ૧૧ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ઇસ્લામાબાદના ય્-૧૧ વિસ્તારમાં જિલ્લા અને સત્ર કોર્ટની ઇમારતની બહાર એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. તે વિસ્ફોટમાં બાર લોકો માર્યા ગયા હતા અને ૩૦ થી વધુ ઘાયલ થયા હતા. પાકિસ્તાને આ ઘટના માટે ભારતને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો,

પરંતુ ભારતે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ પાકિસ્તાનની જૂની રણનીતિ છે; તે તેના લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવવા માટે ખોટી વાર્તાઓ બનાવે છે. પાકિસ્તાનના નેતાઓ મૂંઝવણમાં છે અને તેમના દેશમાં રાજકીય અસ્થિરતા અને સત્તા સંઘર્ષથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભારત સામે ખોટા આરોપો લગાવી રહ્યા છે.

આતંકીઓનું આકા ગણાતા પાકિસ્તાનમાં હવે આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ વખતે એક મસ્જિદમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીતે આ આત્મઘાતી હુમલા માનવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને હજુ સુધી સ્વિકારી નથી.

આ આત્મઘાતી હુમલામાં ૫૦થી વધારે વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ૭૦થી વધારે વ્યક્તિઓ ઘાયલ થતા તેમને નજીકની ૩ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જો કે, પાકિસ્તાન સરકારે અત્યાર સુધીમાં ૧૨ વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.

સ્થાનિક મીડિયા અનુસાર, આ બ્લાસ્ટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં થયો છે. તેનો ઈસ્લામાબાદની મોટી મસ્જિદોમાં સમાવેશ થાય છે. આ બનાવ બાદ વીડિયો ફુટેજ પણ પણ વાયરલ થયા છે. જેમાં લોકો નાસભાગ કરતા નજરે પડે છે. આ બ્લાસ્ટને પગલે સુરક્ષાના કારણોસર ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. તારલાઈની જે મસ્જિદમાં બ્લાસ્ટ થયો છે શિયા સમુદાયની જાણીતી મસ્જિદ છે. પાકિસ્તાનમાં શિયા સમુદાયની વસ્તી લગભગ ૨ કરોડ જેટલી છે. જે પાકિસ્તાનની કુલ વસ્તીની સરખામણીએ ૧૦થી ૧૨ ટકા જેટલી જ છે.

નવેમ્બર ૨૦૨૫ બાદ ઈસ્લામાબાદમાં બીજો મોટો બ્લાસ્ટ છે. નવેમ્બર ૨૦૨૫માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ૧૨ વ્યક્તિના મોત થયા હતા જ્યારે ૩૬ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સુન્ની સમુહાયની સંખ્યા વધારે છે અને શિયા-સુન્ની વચ્ચે અવાર-નવાર અણ બનાવ બને છે. એટલું જ નહીં શિયા સમુદાયના લોકો ઉપર હુમલાની ઘટનાઓ પણ અવાર-નવાર સામે આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.