Western Times News

Gujarati News

પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના ૩૮૯ સંતાનો!

ઘણાં જિલ્લાઓમાં અનેક મતદારોના માતા-પિતાનાં નામ સરખા

મતદાર રજિસ્ટ્રેશન વખતે ગરબડો થયાનું તારણ ઃ ઈલેક્શન કમિશને રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને કાર્યવાહીનો નિર્દેશ કર્યાે

કોલકાતા, પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની કાર્યવાહી દરમિયાન મતદાર યાદીમાં આશ્વર્યજનક બાબતો સામે આવી છે. વીરભૂમિ જિલ્લાનો કિસ્સો તો ભારે ચોંકાવનારો છે. નાનૂર વિધાનસભા વિસ્તારમાં એક વ્યક્તિને ૩૮૯ મતદારોનો પિતા બતાવાતા તે મુદ્દે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. હાવડા જિલ્લામાં પણ ૩૧૦ મતદાતાઓના પિતા એક જ છે. અનેક જિલ્લામાં મતદારોના માતા-પિતાનું નામ એક સમાન હોવાથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા વખતે આવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. રાજ્યમાં સાત એવા કિસ્સા જોવા મળ્યા છે કે જેમાં તેમના સંતાનોની સંખ્યા ૧૦૦ કરતાં વધારે ગણાવવામાં આવી છે. મુર્શિદાબાદમાં ૧૯૯ મતદારોના માતા-પિતાનું નામ કોમન છે. દાર્જિલિંગમાં ૧૫૨ મતદારોએ તેમના માતા-પિતાનું નામ એક સમાન બતાવ્યું છે. જલપાઈગુડી અને નાગરકાટામાં ૧૨૦ મતદારોના પેરેન્ટ્‌સનું નામ એક સરખું છે.

આસનસોલમાં ૧૭૦ મતદાતાઓએ તેમના માતા-પિતાનું નામ એક સરખું રાખ્યું છે.રાજ્યમાં બે લાખથી વધારે મતદારોના સંતાનોની સંખ્યા છ કે તેનાથી વધારે દર્શાવાઈ છે. ૮૬૮૨ કિસ્સામાં મતદારોના સંતાનોનો આંકડો ૧૦થી વધારે છે. આ બાબત શંકાસ્પદ હોવાથી ચૂંટણી કમિશને રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને પત્ર લખીને આ બાબતોની જાણકારી આપી છે અને તેમને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

ચૂંટણી પંચે આ બાબતે મુખ્ય સચિવને ૯મી ફેબુÙઆરી સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ પણ કર્યાે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે દલીલો થઈ તે પછી ચૂંટણી પંચે આ આંકડાં જાહેર કર્યા છે.આ મુદ્દે બે ઈલેક્શન રજિસ્ટર ઓફિસર, બે આસિસ્ટન્ટ ઈલેક્શન રજિસ્ટર ઓફિસર, એક ડેટા ઓપરેટર સામે ફરિયાદ દાખલ થઈ છે. આ કાર્યવાહી ઓગસ્ટ-૨૦૨૫થી ચાલી રહી છે. બશીરહાટમાં બીડીઓ સુમિત્રા પ્રીતમ પ્રધાનને આવા કેસમાં સસ્પેન્ડ કરાયા હતા. તેમના પર આરોપ હતો કે તેમણે જાતે જ આદેશ આપીને આસિસ્ટન્ટ ઈલેક્શન રજિસ્ટર ઓફિસરની ભરતી કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.