Western Times News

Gujarati News

રેલવે RAC ટિકિટનું અમુક ભાડું મુસાફરને પરત કરેઃ સંસદીય સમિતિ

RAC ટિકિટ કન્ફર્મ છતાં બર્થ સાથી મુસાફર સાથે શેર કરવો પડે છે

વર્તમાન નિયમો મુજબ, રેલવે આરએસી કેટેગરી હેઠળ ટ્રેનમાં બર્થ બુક કરવા માટે મુસાફર પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલે છે

નવી દિલ્હી, સંસદીય સમિતિએ રેલવે મંત્રાલયને આરએસી કેટેગરીની ટિકિટ બુકિંગ લઈને એક મહત્વપૂર્ણ સૂચન કર્યું છે. સંસદીય સમિતિએ કહ્યું કે આરએસી કેટેગરી હેઠળ બુક કરાયેલા ટિકિટ માટે મુસાફરો પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવું યોગ્ય નથી. સમિતિએ રેલવે મંત્રાલયને સૂચન કર્યું કે આવા મુસાફરોને આંશિક ભાડું પરત આપવા માટે નિયમો બનાવવામાં આવે.

વર્તમાન નિયમો મુજબ, રેલવે આરએસી કેટેગરી હેઠળ ટ્રેનમાં બર્થ બુક કરવા માટે મુસાફર પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલે છે. પરંતુ મુસાફરને આરએસી કેટેગરીમાં રહીને બર્થ બીજા આરએસી મુસાફર સાથે વહેંચવો પડે છે, એટલે બંને મુસાફરો રેલવેને સંપૂર્ણ ભાડું ચૂકવે છે. સુપરફાસ્ટ ટ્રેનોના વર્ગીકરણ અંગેની સંસદીય સમિતિએ કહ્યું કે ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપનો માપદંડ ખૂબ જ ઓછો છે. સમિતિએ નોંધ્યું કે ૨૦૦૭ પછી સુપરફાસ્ટ ટ્રેનોના વર્ગીકરણના નિયમોમાં કોઈ ફેરફાર થયો નથી.

હાલમાં ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવતી ટ્રેનોને સુપરફાસ્ટ ગણવામાં આવે છે. પબ્લિક એકાઉન્ટ કમિટી (પીએસી)એ જણાવ્યું કે ‘રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન’ (આરએસી) હેઠળની ટિકિટ માટે સંપૂર્ણ ભાડું વસૂલવું યોગ્ય નથી. ચાર્ટ બન્યા બાદ પણ આરએસીની ટિકિટ ધરાવતા મુસાફરને બર્થની સુવિધા વિના આરએસી કેટેગરીમાં જ રહેવું પડે છે. સંસદીય સમિતિએ રેલવેને આવા મુસાફરોને આંશિક ભાડું પરત આપવા સૂચન કર્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.