ચા નહીં બનાવવા દેતા પિતાને પુત્રે માતાની ઉશ્કેરણીથી પતાવી દીધા
બગસરાના મોટા મુંજિયાસર ગામે સિમેન્ટનો ચૂલો ઝીંકી પિતાની હત્યા
સમગ્ર મામલે મૃતકની પુત્રી અસ્મિતાબેને પોતાના જ સગા ભાઈ અને માતા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પારિવારિક કલહમાં પુત્રએ પિતાની ક્‰રતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા પરિવારમાં ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં પુત્રએ પોતાની માતાની ઉશ્કેરણીથી પિતા પર હુમલો કર્યાે હતો. ગંભીર ઈજાઓના કારણે પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે વચ્ચે પડનારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી છે.
મૂળ દાહોદ જિલ્લાના અને હાલ મુંજિયાસર ગામે ખેતમજૂરી કરતા રમણભાઇ કટારા તેમની પત્ની સીતાબેનને ચા બનાવવા દેતા નહોતા. રમણભાઈ દર વખતે ચા બનાવતા રોકતા હતા.આ બાબતે ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના પુત્ર સુરેશ મછારને બોલાવી પિતાને માર મારવા માટે ઉકસાવ્યો હતો. માતાના કહેવાથી આવેશમાં આવેલા સુરેશે પિતા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યાે હતો.
ઝઘડો વધતા સુરેશે પિતાના માથાના ભાગે સિમેન્ટનો આખો ચૂલો ઉપાડીને માર્યાે હતો જેના કારણે ૪૬ વર્ષીય રમણભાઇનું મોત થયું હતું.આ સમગ્ર મામલે મૃતકની પુત્રી અસ્મિતાબેને પોતાના જ સગા ભાઈ અને માતા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સુરેશ અને તેને મદદ કરનાર માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ss1
