Western Times News

Gujarati News

૩૦ વર્ષે લાંચ કેસમાં નિર્દોષ છૂટ્યાના બીજા દિવસે કોન્સ્ટેબલનું મૃત્યુ

૨૦૦૪માં થયેલી અપીલમાં હાઇકોર્ટે કોન્સ્ટેબલને નિર્દાેષ જાહેર કર્યાે હતો

પોલીસ કોન્સ્ટેબલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તેમની વિરુદ્ધ ૧૯૯૬માં ફરિયાદ નોંધાઇ હતી

અમદાવાદ, ૩૦ વર્ષ જૂના લાંચ કેસમાં પોલીસ કોન્સ્ટેબલને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યાે હતો અને એના બીજા દિવસે જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. આ પોલીસ કોન્સ્ટેબલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તેમની વિરુદ્ધ ૧૯૯૬માં ફરિયાદ નોંધાઇ હતી. તેમની સામે માત્ર ૨૦ રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ હતો. વર્ષ ૧૯૯૭માં તેમની સામે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી.

જ્યારે વર્ષ ૨૦૦૨માં તેમની સામે ચાર્જશીટ કરવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૦૩માં સાક્ષીઓ તપાસવાનું શરૂ કર્યું હતું અને વર્ષ ૨૦૦૪માં તેમને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવીને ચાર વર્ષની સખત કેદ અને ત્રણ હજાર રૂપિયાનો દંડ કર્યાે હતો. જેને અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યાે હતો. વર્ષ ૨૦૦૪માં દાખલ થયેલી આ અપીલમાં ચોથી ફેબ્›આરી, ૨૦૨૬ ના રોજ હાઇકોર્ટે ચુકાદો આપતા તેમને નિર્દાેષ છોડ્યા હતા. તેમના વતી એડવોકેટ નીતિન ગાંધીએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સાહેદોની જુબાનીમાં ફેર છે.

આ સાથે જ અન્ય કેટલીક દલીલો કરવામાં આવી હતી. આમ કુલ ૩૦ વર્ષની કાનૂની લડત બાદ તેઓ નિર્દાેષ સાબિત થયા હતા. અરજદાર નિર્દાેષ સાબિત થતા તેમના વકીલની ઓફિસે ગયા હતા. વકીલે તેમને અટકેલા સરકારી લાભો મેળવવા માટે અરજી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ અરજદારે વકીલને જણાવ્યું હતું કે હવે જીવનનું કલંક દૂર થયું છે, ભગવાન તેમને લઈ લેતો સારું. જે વકીલની ઓફિસના CCTVમાં પણ રેકોર્ડ થયું હતું. ત્યારબાદ અરજદાર પોતે ઘરે ગયા હતા અને બીજા જ દિવસે તેમનું કુદરતી મૃત્યુ થયું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.