હૃતિક રોશનની ‘ક્રિશ ૪’માં પ્રિયંકા ચોપરાને ફીમેલ લીડ તરીકે કાસ્ટ કરાઈ
પ્રિયંકા આ ફિલ્મની સિરીઝના આગળના બે ભાગમાં પણ લીડ રોલમાં હતી
પ્રિયંકાએ ‘ક્રિશ’ની છેલ્લી બે ફિલ્મોમાં પણ લીડ રોલ કર્યાે હતો. ત્યારબાદ તે વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવા અને લગ્ન માટે અમેરિકા સ્થાઇ થઈ હતી
મુંબઈ, આ વાત હવે નક્કી થઈ ગઈ છે! પ્રિયંકા ચોપરા જોનાસ બોલિવૂડમાં પરત ફરી રહી છે. સૂત્રોએ ખાતરી આપી છે કે હૃતિક રોશનની ‘ક્રિશ’ ળેન્ચાઇઝીની ચોથી ફિલ્મ ‘ક્રિશ ૪’માં પ્રિયંકાને લીડ રોલ માટે સાઇન લેવામાં આવી છે.પ્રિયંકાએ ‘ક્રિશ’ની છેલ્લી બે ફિલ્મોમાં પણ લીડ રોલ કર્યાે હતો. ત્યારબાદ તે વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવા અને લગ્ન માટે અમેરિકા સ્થાઇ થઈ હતી. હવે તે એસ. એસ. રાજામૌલીની ‘વારાણસી’ સાથે ઇન્ડિયન સિનેમામાં વાપસી કરી રહી છે અને હવે ‘ક્રિશ ૪’ દ્વારા ફરી એકવાર બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે.
પ્રિયંકાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ શોનાલી બોઝની ‘ધ સ્કાય ઇઝ પિંક’ (૨૦૧૯) હતી. ત્યારબાદ તે સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે ફાઇનલ તો થઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ રોલ તેનાં હાથમાંથી ગયો અને આલિયા ભટ્ટને મળી ગયો.અહીંથી જ એસ. એસ. રાજામૌલી અને મહેશ બાબુએ મહત્વની ભૂમિકા ભજવી. પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રે આગળ ખુલાસો કરતા કહ્યું,“બોલિવૂડના અન્ય એ-લિસ્ટર્સથી અલગ, રાજામૌલી અને મહેશ બાબુને પ્રિયંકા સાથે કામ કરવામાં કોઈ જ ખચકાટ નહોતો.
તેમણે તેમને સાચી સિનેમા રોયલ્ટી તરીકે મહત્વ આપ્યું, પશ્ચિમમાં જે ફી તે મેળવે છે તે મુજબનું વેતન આપ્યું -જે તેણે આજ સુધી કોઈ હિન્દી ફિલ્મ માટે મેળવી નહોતી – અને તેઓ જોડાયા પછી તેની ભૂમિકાને વધુ વિસ્તૃત પણ કરી.”પ્રોજેક્ટના બહુ નજીકના એક સૂત્રે જણાવ્યું કે પ્રિયંકા હવે મહેશ બાબુ, તેમની પત્ની નમ્રતા અને તેમની દીકરી સિતારા સાથે પણ ખૂબ નજીક આવી ગઈ છે.
“આ તેલુગુ સિનેમાના માધ્યમથી બોલિવૂડમાં પ્રિયંકાનું પ્રવેશદ્વાર છે. તેણે રાજામૌલીના સિનેમેટિક યુનિવર્સ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું છે,” એમ એક જાણીતા બોલિવૂડ ફિલ્મમેકરે જણાવ્યું, જેમણે એ પણ સ્વીકાર્યું કે જ્યારે તેઓ પ્રિયંકા સાથે મહિલા એક્શન-હીરો પર આધારિત ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા ત્યારે તેમને પ્રિયંકા ચોપરાને સાઇન ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.ss1
