Western Times News

Gujarati News

ભાગમ ભાગ-૨માં ગોવિંદાની જગ્યાએ હવે મનોજ બાજપેયીની એન્ટ્રી

‘ભગમ ભાગ ૨’નું ડિરેક્શન રાજ શાંડિલ્ય કરશે

૨૦૦૬માં રિલીઝ થયેલી મૂળ ‘ભાગમ ભાગ’ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલે યાદગાર કોમેડી રોલ કર્યા હતા

મુંબઈ, બોલિવૂડની લોકપ્રિય અને યાદગાર બનેલી કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ’ની સિક્વલ ‘ભાગમ ભાગ ૨’ની કાસ્ટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પ્રોડક્શન શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે હવે તાજેતરના અહેવાલો અનુસાર ફિલ્મમાં હવે અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે મનોજ બાજપેયી જોડાવા જઈ રહ્યા છે, જ્યારે મૂળ ફિલ્મના મુખ્ય કલાકાર ગોવિંદા આ સિક્વલમાં જોવા મળશે નહીં.ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “૨૦૦૬માં રિલીઝ થયેલી મૂળ ‘ભાગમ ભાગ’ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલે યાદગાર કોમેડી રોલ કર્યા હતા.

આ વર્ષાે દરમિયાન આ ફિલ્મ કલ્ટ ફેવરિટ બની ગઈ છે. હવે ભાગમ ભાગની સિક્વલ પ્રોડક્શન તરફ આગળ વધી રહી છે, ત્યારે કાસ્ટિંગમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. કેટલાક અહેવાલો મુજબ, પ્રથમ ફિલ્મમાં મુખ્ય કોમેડી રોલ ભજવનાર ગોવિંદા ‘ભગમ ભાગ ૨’નો ભાગ નહીં બને. તેમની સાથે થયેલી ચર્ચાઓ અંતે કોઈ ચોક્કસ પરિણામ મળી શક્યું નહીં અને આ કારણે કાસ્ટિંગમાં આ ફેરફાર થયો હોવાના અહેવાલ છે.‘ભગમ ભાગ ૨’નું ડિરેક્શન રાજ શાંડિલ્ય કરશે, જેણે બોક્સ ઓફિસ પર સફળ કોમેડી ફિલ્મો આપી છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

ઘણા મહિનાઓની પ્રક્રિયાઓ બાદ હવે પ્રોડક્શન ઝડપી ગતિએ આગળ વધશે.અક્ષય કુમારની સામે ફીમેલ લીડ રોલમાં મીનાક્ષી ચૌધરીને કાસ્ટ કરવામાં આવી હોવાના અહેવાલ છે, જે ફિલ્મના એન્સેમ્બલમાં નવી તાજગી ઉમેરે છે. મનોજ બાજપેયીને ફિલ્મમાં સામેલ કરીને નિર્માતાઓ જૂની યાદોને જાળવી રાખતા નવી ક્રિએટિવ એનર્જીનો પ્રયાસ કરતા હોવાનું લાગી રહ્યું છે.

પ્રિયદર્શને ડિરેક્ટ કરેલી પેહલી ‘ભાગમ ભાગ’ ફિલ્મમાં થિયેટર ટ્‌›પની મિસએડવેન્ચર્સ પર આધારિત વાર્તા હતી, જેમાં સ્લેપસ્ટિક હ્યુમર અને પરિસ્થિતિજન્ય કોમેડીનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું. ફિલ્મની સફળતાને કારણે તેની સિક્વલ છેલ્લા કેટલાંક વર્ષાેમાં સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી કોમેડી પ્રોજેક્ટ્‌સમાંની એક બની ગઈ છે.જોકે, ‘ભગમ ભાગ ૨’ની વાર્તા વિશે સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી, પરંતુ કાસ્ટિંગમાં થયેલા ફેરફારો પરથી એવું લાગી રહ્યું છે કે ફિલ્મમાં જાણીતા પાત્રોની કેમેસ્ટ્રી સાથે નવા પાત્રો અને સંબંધોની રજૂઆત કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.