અભિનેતા તરીકેના મારા શરૂઆતના દિવસો હું ફરી જીવી રહ્યો છું: સુમિત સચદેવ
સિરીયલ ઝનકમાં સુમિત અનિરુદ્ધ બોઝનો રોલ કરતો હતો
એક્ટર સુમિત સચદેવ ક્યુંકી સાસ ભા કભી બહુ થી સિરીયલમાં ગૌતમ વિરાણી એટલે કે ગોમઝીના રોલ માટે જાણીતો છે
મુંબઈ, એક્ટર સુમિત સચદેવ ક્યુંકી સાસ ભા કભી બહુ થી સિરીયલમાં ગૌતમ વિરાણી એટલે કે ગોમઝીના રોલ માટે જાણીતો છે. તાજેતરની સિરીયલ ઝનકમાં તે અનિરુદ્ધ બોઝનો રોલ કરતો હતો. તેમાંથી તે હવે ફરી ક્યુંકી સાસ ભી કભી બહુ થીમાં ગૌતમ વિરાણી વકીલના રોલમાં પાછો ફર્યાે છે. જે સિરિયલથી તેની ઓળખ બની તેવા શોમાં પાછા ફરવા અંગે સુમીત સચદેવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “આ શોમાં પાછા ફરવું એ મારા માટે ઘરે પાછા ફરવા જેવું છે, જ્યાં એક કલાકાર તરીકેની મારી જુની અને શરૂઆતની યાદો હું તાજી કરી રહ્યો છું.
હાલ હું ઝનક સાથે ઘણો વ્યસ્ક છું પરંતુ ક્યુંકી મારા દિલથી ઘણી નજીક છે.”દર્શકોને આ વખતે ગોમઝીમાં શું નવું જોવા મળશે એ અંગે સુમીતે જણાવ્યું, “હું જ્યારે પણ આવીશ, મને આશા છે કે એનાથી સ્ટોરીમાં ડ્રામા તો ઉમેરાશે જ. ખાસ તો તેમાં માતા-દિકરા વચ્ચે જે ખટરાગ હતો, તે જોવામાં લોકોને મજા આવતી હતી અને મને એમાં ખાસ મજા આવતી હતી. તો હું આવીશ ત્યારે ફરી એ જ પ્રકારની સ્ટોરી આવશે.
એક એક્ટર તરીકેની મારી સફરની શરૂઆત આ શોએ જ આપી છે, તેથી હું તેની સાથે લાગણીઓથી જોડાયેલો છું.”જ્યારે સ્મૃતિ ઇરાની સાથે કામ કરવા અંગે સુમીતે જણાવ્યું, “સ્મૃતિ સાથે હંમેશાની જેમ કામ કરવું પહેલાં જેટલું જ સહજ રહ્યું છે. ઘણો સમય વીતી ગયો છે, પણ એકબીજા માટે માન અને સહજ સમજણ પહેલાં જેવી જ છે. અમે જ્યાંથી છોડ્યું હતું, ત્યાંથી જ ફરી કામ શરૂ કરી દીધું છે, જાણે વચ્ચે કોઈ સમય ગયો જ નથી.”ss1
