RSS પ્રમુખ માત્ર હિન્દુ હશેઃ મોહન ભાગવત
મુંબઈ, આરએસએસ ચીફ મોહન ભાગવતે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા અને ત્યાંના હિન્દુઓની સ્થિતિ પર ખૂબ જ કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો બાંગ્લાદેશના હિન્દુઓ પોતાના અધિકારો માટે ઊભા થવાનું અને લડવાનું નક્કી કરે, તો તેમને આખી દુનિયાના હિન્દુઓનો સાથ મળશે.
સંઘ પ્રમુખે સીધો સંદેશ આપતાં કહ્યું કે, બાંગ્લાદેશમાં લગભગ ૧.૨૫ કરોડ હિન્દુઓ છે. જો તેઓ ત્યાં રહેવાનું અને પોતાની રક્ષા માટે લડવાનું નક્કી કરે, તો વિશ્વભરના તમામ હિન્દુઓ તેમની મદદ કરશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસક ટોળાના હુમલાઓમાં ભારે વધારો જોવા મળ્યો છે.
આ તણાવ ત્યારે વધારે વધ્યો, જ્યારે ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ વિદ્યાર્થી નેતૃત્વ હેઠળના ‘જુલાઈ વિદ્રોહ’ પછી વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. તાજેતરમાં ભારત વિરોધી કટ્ટરપંથી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત પછી હિંસા વધુ ભડકી ઊઠી. હિંસક ટોળાએ દેશના વિવિધ ભાગોમાં હિન્દુ નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા, જેમાં અનેક લોકોના જીવ ગયા છે.
ઘરેલુ મુદ્દાઓ પર ચર્ચા કરતાં સંઘ પ્રમુખે કહ્યું કે, પૂર્વવર્તી સરકારોએ દેશની બદલાતી જનસંખ્યા પેટર્ન પર પૂરતું ધ્યાન આપ્યું નથી. તેમણે તેના પાછળ જન્મદર અને ગેરકાયદેસર ઘુસણખોરીને મુખ્ય કારણ ગણાવ્યું. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, હવે ભારતને તોડી શકાશે નહીં. જે કોઈ ભારતને તોડવાનો પ્રયાસ કરશે, તેઓ પોતે તૂટી જશે. તેમણે લોકોને ‘ગેરકાયદેસર ઘુસણખોરો’ની પોલીસને જાણ કરવાની પણ અપીલ કરી.
સંઘના ફંડ્સને લઈને ઉઠતા સવાલો પર વિરામ લગાવતા મોહન ભાગવતે કહ્યું કે, ઇજીજી કોઈ કોર્પોરેટ કે સંસ્થાકીય પૈસા પર નિર્ભર નથી. અમે અમારા સ્વયંસેવકો પાસેથી ધન એકત્ર કરીએ છીએ. પ્રવાસ દરમિયાન અમે બહાર હોટલમાંથી જમવાને બદલે અમે પોતાનું ટિફિન સાથે રાખીએ છીએ અને હોટલોને બદલે કાર્યકર્તાઓના ઘરોમાં રોકાય છીએ.
જાતિગત ભેદભાવ પર કડક પ્રહાર કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ઇજીજીમાં કોઈ પણ વ્યક્તિ, ભલે તે કોઈ પણ જાતિનો હોય, પ્રમુખ બની શકે છે. જીઝ્ર-જી્ હોવું એ કોઈ અયોગ્યતા નથી અને બ્રાહ્મણ હોવું એ કોઈ યોગ્યતા નથી. અમે તમામ જાતિઓ માટે કામ કરીએ છીએ. તેમણે લોકોને અપીલ કરી કે જો ભેદભાવ દૂર કરવો હોય તો પહેલા મનમાંથી જાતિના વિચારને કાઢવો પડશે.
