એપ્સટીન ફાઇલના સમગ્ર યુરોપમાં પડઘા, સરકારો ડગમગી
બ્રિટનના પ્રિન્સ એન્ડ્›નો શાહી દરજ્જો છીનવાયો
ફાઇલોમાં થયેલા ખુલાસાથી રાજકુમાર, વરિષ્ઠ રાજદ્વારીઓ અને ટોચના રાજકીય નેતાઓ સહિતના હાઇપ્રોફાઇલ લોકોની કારકિર્દીનો અંત આવ્યો
વોશિંગ્ટન, અમેરિકાના સેક્સ અપરાધી જેફરી એપ્સટીન સંબંધિત જારી કરાયેલી સંખ્યાબંધ ફાઇલોથી અમેરિકામાં પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને કોઇ વિશેષ અસર થઈ નથી, પરંતુ તેના સમગ્ર યુરોપમાં પડઘા પડ્યા છે. આ ફાઇલોમાં થયેલા ખુલાસાથી રાજકુમાર, વરિષ્ઠ રાજદ્વારીઓ અને ટોચના રાજકીય નેતાઓ સહિતના હાઇપ્રોફાઇલ લોકોની કારકિર્દીનો અંત આવ્યો છે તથા અનેક દેશોમાં રાજકીય અને ગુનાહિત તપાસ ચાલુ થઈ છે.
બ્રિટનમાં પ્રિન્સ એન્ડ્›નો શાહી દરજ્જો છીનવાયો હતો, જ્યારે અમેરિકા ખાતેના યુકેના ભૂતપૂર્વ રાજદૂત પીટર મેન્ડેલસને હાઉસ ઓફ લોડ્ર્સમાંથી રાજીનામું આપવું પડવું પડ્યું હતું.મેન્ડલસન સામે હવે ફોજદારી તપાસ ચાલુ થઈ છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર તેમની નિમણૂકને લઈને સંકટનો સામનો કરી રહ્યાં છે. મેન્ડલસન શાસક લેબર પાર્ટીના પીઢ નેતા અને એક સમયે તેમની પેઢીના સૌથી પ્રભાવશાળી રાજકારણી હતાં. કિશોરી સાથે સંકળાયેલા જાતીય ગુનાઓ માટે એપ્સટીનને ૨૦૦૮માં જેલની સજા પછી પણ ઘણા વર્ષાે સુધી તેમને આ ગુનેગાર સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.
યુરોપમાં નોર્વે જેવા કેટલાંક દેશોમાં અસ્થિરતા ઊભી થઈ હતી. નોર્વેના આર્થિક ગુના એકમે ભૂતપૂર્વ PM થોર્બજોર્ન જેગલેન્ડ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલુ કરી હતી. તેઓ એક સમયે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિના વડા પણ હતાં.નોર્વેના હાઇપ્રોફાઇલ રાજદ્વારી દંપતી પણ ફસાયા છે. ૨૦૧૯માં ન્યૂયોર્ક જેલમાં મૃત્યુના પહેલા એપ્સટીને વસિયનામામાં આ દંપતીના બાળકોના નામે એક કરોડ ડોલર રકમ વારસામાં આપી હોવાનું બહાર આવ્યા પછી જુલને જોર્ડનમાં નોર્વેના રાજદૂત તરીકે સસ્પેન્ડ કરાયા હતાં. નોર્વેના રાજવી પરિવારમાં પણ વિશ્વાસ ડગમગી ગયો છે.
ફાઇલોમાં એપ્સ્ટેઇન અને ક્રાઉન પ્રિન્સેસ મેટ-મેરિટ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરાયો છે. તેથી તેમણે માફી માગવી પડી હતી. સ્લોવાકિયામાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મીરોસ્લાવ લાજકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદેથી રાજીનામું આપ્યું હતું. સ્વીડનમાં યુએન અધિકારી જોઆના રુબિનસ્ટીને પણ હોદ્દો છોડવો પડ્યો હતો.લાતવિયા, લિથુઆનિયા અને પોલેન્ડે આ દસ્તાવેજોની વ્યાપક સત્તાવાર તપાસ શરૂ કરી છે. પોલેન્ડે રાષ્ટ્રીય સુરક્ષાના એન્ગલથી તપાસ ચાલુ કરી છે.આ દસ્તાવેજોમાં રશિયાના હજારો સંદર્ભાે અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ઉલ્લેખો હોવાના અહેવાલ છે.
રસપ્રદ બાબત એ છે કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન જેવા દિગ્ગજોના નામો આ ફાઇલમાં હોવા છતાં અમેરિકાની સરકારને કોઇ અસર થઈ નથી. જોકે ભૂતપૂર્વ યુએસ નાણાપ્રધાને લેરી સમર્સે શૈક્ષણિક ભૂમિકાઓ છોડવી પડી છે, જ્યારે લો ફર્મ પોલ વેઇસના ચેરમેન બ્રેડ કાર્પે રાજીનામું આપ્યું હતું. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનને સંસદમાં જુબાની આપવાની ફરજ પાડવામાં આવી છે, જ્યારે ટ્રમ્પ સામે એપ્સ્ટેઇન સાથેના તેમના ભૂતકાળના સંબંધો વિશે સવાલનો સામનો કરવો પડી રહ્યો છે.SS1
