રશિયામાં હુમલામાં ભારતના ચાર મેડિકલ વિદ્યાર્થી ઘાયલ
ભારતીય મિશનના અધિકારીઓએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
પોલીસ ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે પણ હુમલાખોરે પ્રતિકાર કર્યાે, જે દરમિયાન બે પોલીસ અધિકારીઓને પણ છરાના ઘા વાગ્યાં હતાં
મોસ્કો, રશિયાના બાશ્કોર્ટાેસ્તાન રિપબ્લિકમાં એક યુનિવર્સિટીમાં છરીથી થયેલા હુમલામાં ભારતના ચાર મેડિકલ વિદ્યાર્થીઓ સહિત ઓછામાં આઠ લોકો ઘાયલ થયાં હતાં. આ પ્રાંતના ઉફામાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છરી સાથે એક કિશોર ઘૂસી ગયો હતો અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યાે હતો.મોસ્કો ખાતેના ઇન્ડિયન મિશને જણાવ્યું હતું કે ચારેય ભારતીય વિદ્યાર્થીની તબિયત સ્થિર છે અને તેઓ સારી રીતે રિકવર થઈ રહ્યાં છે.
રવિવારે કાઝાનના ભારતીય કોન્સ્યુલર અધિકારીઓએ ચાર વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. પોલીસ ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે પણ હુમલાખોરે પ્રતિકાર કર્યાે, જે દરમિયાન બે પોલીસ અધિકારીઓને પણ છરાના ઘા વાગ્યાં હતાં. વધુમાં હુમલાખોરે પોતાને પણ શારીરિક નુકસાન પહોંચાડીને આપઘાતનો પણ પ્રયાસ કર્યાે હતો. હુમલાખોર ઓળખ ૧૫ વર્ષીય યુવક તરીકે થઈ હતી, તેને પણ ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.SS1
