ભારતીય રિફાઈનરો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળવા લાગ્યા
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ ભારતની ત્રણ મોટી રિફાઈનરીએ માર્ચ-એપ્રિલમાં લોડ થનાર રશિયન તેલના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યાે
નવી દિલ્હી, ભારતીય રિફાઈનરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પછી રશિયા પાસેથી તેલની ખરીદી ટાળવા લાગ્યા છે. આ સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા ભારત અને અમેરિકાએ વેપાર સમજૂતી માટે ળેમવર્કની જાહેરાત કરી હતી. આ સમજૂતીને માર્ચ સુધી અંતિમ રૂપ આપવામાં આવશે. આ ડીલથી ટેરિફ ઘટશે અને આર્થિક સહકાર મજબૂત થશે. ભારતીય રિફાઈનરો એપ્રિલમાં ડિલિવરી માટે રશિયન તેલની ખરીદી ટાળી રહ્યા છે અને આશા છે કે તેઓ લાંબા સમય સુધી આવા વેપાર થી દૂર રહેશે.એક રિપોર્ટ અનુસાર, આ પગલું નવી દિલ્હી માટે વોશિંગટન સાથે વેપાર સમજૂતી સીલ કરવામાં મદદરૂપ બની શકે છે.
રિપોર્ટ અનુસાર, ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્ચ અને એપ્રિલમાં લોડ થનારા રશિયન તેલ માટે વેપારીઓ પાસેથી પ્રસ્તાવનો સ્વીકાર કરી રહ્યા નથી. જોકે, આ રિફાઈનરોએ માર્ચ માટે રશિયન તેલની કેટલીક ડિલિવરી પહેલાથી જ નક્કી કરી હતી. મોટાભાગના અન્ય રિફાઈનરોએ રશિયન ક્‰ડ ઓઇલની ખરીદી બંધ કરી દીધી છે. જોકે, આ અંગે ઉપરોક્ત ત્રણેય રિફાઈનરો અને પેટ્રોલિયમ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યાં સુધી અમેરિકાના ળેમવર્કનો પ્રશ્ન છે, તેમાં રશિયન તેલનો ઉલ્લેખ નહોતો.
પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર લગાવેલા ૨૫ ટકા ટેરિફને રદ્દ કરી દીધો, જે રશિયન તેલ પર લાગેલો હતો. ટ્રમ્પે દાવો કર્યાે છે કે, ભારત રશિયન તેલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત બંધ કરવા પ્રતિબદ્ધ છે. તેમ છતાં, ભારત સરકારે કહ્યું છે કે નવી દિલ્હી પાસે રશિયન તેલ આયાત રોકવાની કોઈ યોજના નથી.ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયા પાસેથી ભારત સૌથી વધુ તેલ ખરીદનાર દેશ બન્યો હતો. આ યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયન એનર્જી ક્ષેત્ર પર પ્રતિબંધ મૂક્યા હતા, જેના કારણે રશિયાની આવક ઘટી અને યુદ્ધ માટે ફંડિંગ કરવી મુશ્કેલ બની ગયું.
જોકે, ભારત સાથેની ટ્રેડ ડીલના સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચુક્યા છે કે, જો ભારત ફરીથી રશિયન તેલ ખરીદવાનું શરૂ કરશે તો અમેરિકા ફરી ટેરિફ લાદવાની ભલામણ કરશે.ભારત માર્ચ સુધી રશિયન તેલની આયાત ૧૦ લાખ બેરલ(પ્રતિ-દિવસ)થી નીચે લાવવાની તૈયારી કરી રહ્યું છે, જે અંતે ૫–૬ લાખ બેરલ પ્રતિ દિવસ સુધી ઘટશે. હવે ભારતીય રિફાઈનરો રશિયન તેલની ખરીદી ઘટાડીને મધ્ય પૂર્વ, આળિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાંથી વધુ તેલ ખરીદી રહ્યા છે.SS1
