Western Times News

Gujarati News

કોંગ્રેસના સાંસદ ગોગોઈ અને તેમની પત્ની પાકિસ્તાની એજન્ટઃ મુખ્યમંત્રી હિમંતા

પાકિસ્તાન સ્થિત LEAD સંસ્થામાંથી ભારતની LEADને નાણાં અપાયા

પાકિસ્તાની નાગરિક અલી તૌકિર શેખની સંસ્થા માટે ગોગોઈનાં પત્ની કામ કરતા હતાં અને તૌકિર તેમને પગાર પણ આપતો હતો

ગુવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમની બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરવાના આરોપ લગાવ્યા છે. હિમંતાએ દાવો કર્યાે હતો કે, પાકિસ્તાની નાગરિક અલી તૌકિર શેખની સંસ્થા માટે ગોગોઈનાં પત્ની કામ કરતા હતાં અને તૌકિર તેમને પગાર પણ આપતો હતો. તૌકિરની સાથે મળીને પતિ-પત્નીએ ભારતીય ગુપ્તચર વિભાગની માહિતીઓ પડોશી રાષ્ટ્રને પહોંચાડી હતી.

આસામ વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી હિમંતાએ દાવો કર્યાે હતો કે, ભારતમાં તૌકિર માટે કામ કરીને પગાર લેનારાં કોલબર્ને ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (હ્લઝ્રઇછ)નો પણ ભંગ કર્યાે હતો. ગોગોઈએ વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાનની ગુપ્ત મુલાકાત લીધી હતી અને ત્યાં કોઈ વિશેષ તાલીમ પણ લીધી હતી. પાકિસ્તાન સાથે સાંઠગાંઠ મામલે પોતાની જાતને નિર્દાેષ સાબિત કરવા અથવા રાષ્ટ્ર દ્રોહના આરોપોનો સામનો કરવા હિમંતાએ પડકાર ફેંક્યો હતો.

ગોગોઈ, કોલબર્ન અને તૌકિરને આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ ગણાવીને હિમંતાએ દાવો કર્યાે હતો કે, આ ત્રિપુટીએ ભારત સરકારને અંધારામાં રાખી સ્થાનિક પાલિકાઓ સાથે કામ કર્યું હતું.આ મામલે આસામ પોલીસ તપાસ કરી શકે તેમ ન હોવાથી કેન્દ્રિય ગૃહમંત્રાલયે તપાસ કરવી જોઈએ. પાકિસ્તાન સ્થિત LEAD સંસ્થામાંથી ભારતની LEADને નાણાં અપાયા હતા. જેમાંથી કોલબર્નને ચૂકવણી થઈ હતી અને બદલામાં ગોલબર્ને તૌકિરને ૪૫ પાનાનો રિપોર્ટ આપ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપોને પાયાવિહિન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિમંતાના આરોપો સી-ગ્રેડની ફિલ્મ કરતાં પણ વધુ વાહિયાત અને સુપરફ્લોપ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.