લગ્નના વરઘોડામાં અદાવત રાખી છૂટા પથ્થરો મારી યુવકની હત્યા
ભિલોડાના હરિપુરામાં બનાવ અંગે ભિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી આઠ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ભિલોડા, ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ગયેલા રિટોડા અને ભટેળાના યુવકનો સાથે બબાલ બાદ થયું સમાધાન થયું હતું. પરંતુ સમાધાન બાદ પણ રેકી રાખી બે યુવકો પર હરિપુરા અને કાળી ડુંગરીના ૦૮ લોકોએ પથ્થર વડે હુમલો કર્યાે હતો. આ હુમલામાં રિટોડાના યુવાનને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં ૧૮ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો.
બનાવ અંગે ભિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી હરિપુરા અને કાળી ડુંગરીના આઠ જણા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે લાશને પી.એમ.અર્થે ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિટોડાના કૃણાલભાઈ સોમાભાઈ પાંડોર અને તેનો મિત્ર બાઇક લઈ હરિપુરા લગ્નના વરઘોડામાં ગયા હતા. તે વખતે હરિપુરા અને કાળી ડુંગરીના આઠ જણાએ કહ્યું કે તમે બન્ને અહીં ઝઘડો કરવા આવ્યા છો તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરતાં કૃણાલભાઈના મિત્ર સુમીતભાઈએ વચ્ચે પડી છોડાવી સમાધાન કરાવ્યું હતું.
જોકે. તેની અદાવત રાખી શનિવારની રાત્રિના આશરે દસેક વાગ્યે કૃણાલભાઈ અને તેનો મિત્ર હાર્દિક બાઇક લઇ ઘરે જવા નીકળ્યા ત્યારે આ આઠેય જણા પૈકી જીજ્ઞેશભાઈ ઉર્ફે નાન્યો હીરાભાઈ ઉર્ફે અઢેળાજી બરંડાએ પથ્થર હાર્દિકભાઈ સતીષભાઈ હોથાના માથામાં મારી તથા દેવેન્દ્રકુમાર વાસુદેવ ખરાડીએ તેના હાથમાંનો છુટ્ટા પથ્થરો મારી જીવલેણ હુમલો કરી યોગેશભાઈને જમણા હાથની પ્રથમ આંગળીએ તથા બરડાના ભાગે ઇજા પહોંચાડી હતી.
છુટ્ટા પથ્થરો મારી બાઇક સાથે નીચે પાડી દેતાં હાર્દિકભાઈને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે કૃણાલભાઈ પાંડોરે આઠેય જણા વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અલગ ટીમો બનાવી હરિપુરા અને કાળીડુંગરીના આઠેય ઇસમોને રાઉન્ડ અપ કરી કાર્યવાહી હાથ ધરી છે. SS1
