Western Times News

Gujarati News

ઓનલાઇન દેહવિક્રયઃ લાખો ગુમાવનાર ‘ગ્રાહકો’એ હિંમત કરી ફરિયાદ કરી

૧૨૦ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આવ્યાં

દેહવિક્રયનો ઓનલાઇન પ્રચાર-પ્રસાર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલર સામે ફરિયાદ બાદ નિવેદન લેવાની કાર્યવાહી

અમદાવાદ, અમદાવાદમાં વર્ષાેથી પહેલાં હાઇવેના છેડે, નજીકના ગામડાંમાં ત્યાર બાદ સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતો દેહવિક્રયનો ધંધો હવે ઓનલાઇન ચાલી રહ્યો છે. તમામ રીતે ચાલતા આ દેહના વેપારને અટકાવવા માટે પોલીસ પગલાં લઈ રહી છે. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ધ્યાનમાં આવ્યું હતું કે શહેરમાં ઓનલાઇન એસ્કોર્ટ સેવા અને દેહવિક્રયના નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ઓન સ્ક્રીન સુંદર યુવતી બતાવી તેના સાથે માટે એડવાન્સ રૂપિયા લઈ ગ્રાહકોને ઠગવામાં આવી રહ્યા છે. આ બાબતને આધારે ક્રાઇમ બ્રાંચે આ ૧૨૦ સોશિયલ મીડિયા હેન્ડલર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

હવે આ રેકેટમાં ભોગ બનેલા અને ઠગાયેલા લોકોના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ઘણી વિગતો સામે આવી રહી છે. આગામી દિવસોમાં આ કાંડના મોટા માથાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે ઓનલાઇન એસ્કોર્ટની સેવા લેતાં ઠગાયેલા ગ્રાહકોએ ફરિયાદ કરવાની હિંમત કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર કોઈ સમાજ, જાતિ કે સંપ્રદાય કે રાજકીય પાર્ટીનું સ્વમાન કે પછી ધાર્મિક, સામાજિક કે રાજકીય લાગણીઓ દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આવી પોસ્ટ વાયરલ થાય તે પહેલાં જ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા માટે ક્રાઇમ બ્રાંચનું સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ એક્ટિવ છે. આ ટીમના ધ્યાનમાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને સાયબર ઠગાઈના બનાવો વધી રહ્યા છે. દરેક પ્લેટફોર્મ પર એસ્કોર્ટ સર્વિસ, છૈં જનરેટેડ અશ્લીલ સામગ્રી પીરસવામાં આવી રહી છે. તપાસ કરતાં એવી વિગતો પણ સામે આવી કે ઓનલાઇન સુંદર યુવતી બતાવી એસ્કોર્ટ સેવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.

હવે આ બાબતે ઠગાયેલા લોકો પોતાની વાત કોઈને કહેવાનું કે ફરિયાદ કરવાનું ટાળતા હોય છે એટલે આવી ગેંગને ફાવતું જડતું હોય છે. આખરે પોલીસે આવા ૧૨૦ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં ભોગ બનેલા લોકોના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે આ ગેંગની જુદી જુદી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી રહી છે. તપાસમાં ઓનલાઇન સેક્સ રેકેટ અને AI જનરેટેડ અશ્લીલ સામગ્રી પીરસતા તત્વો તથા એસ્કોર્ટ સર્વિસ ચલાવતા તત્ત્વો સામે પગલાં લેવાની કવાયત ચાલી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.