Western Times News

Gujarati News

શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ

કૅચ ધ રેઇન પહેલ હેઠળ વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટરનો વધારો થયો

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 90 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુંશહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે

રાજ્યમાં શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹2,756 કરોડથી વધુના ખર્ચે 1823થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી

      ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલલિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું લક્ષ્ય ધરાવે છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ચ સરકાર મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવાની સાથે નવા ગ્રીન સ્પેસના નિર્માણ તેમજ 100 લિગસી વેસ્ટના નિકાલ માટે પ્રતિબદ્ધ છે.

શહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ બનાવવામાં આવશે

ગુજરાતે હંમેશા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપ્યું છેજેના ભાગરૂપે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશેજેમાં બાગ-બગીચાવરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે સ્પન્જ પાર્ક્સ અને અર્બન ફોરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓ હેઠળ છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કુલ 340થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છેજેમાંથી 146 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે.

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 90 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ

આ ઉપરાંતશહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના શહેરોને હરિયાળા બનાવવાની દિશામાં 99 લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં આશરે 90 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

કૅચ ધ રેઇન: વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટરનો વધારો

ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટે કૅચ ધ રેઇન પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં કુલ આશરે 2,900 રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસાવી છેજેના કારણે શહેરોમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં આશરે 4.19 લાખ કિલોલિટરનો વધારો થયો છે. આ ઉપરાંત, 2,603 પ્રોજેક્ટ્સ હાલ અમલમાં છે, 1,230 પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને 6,642 નવા પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.

આ સાથે તળાવોના રિડેવલપમેન્ટ અને પુનઃસ્થાપન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ–2025 અંતર્ગત કુલ 140 લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છેજેમાંથી 54 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે, 57 પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યા છે, 9 પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને 20 પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.

રાજ્યમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ

રાજ્ય સરકારે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં 285થી વધુ સોલાર પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છેજેથી શહેરોમાં નવનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાય. આ ઉપરાંતગંદા પાણીના પુનઃઉપયોગ માટે 20 રિયુઝ ઑફ ટ્રીટેડ વેસ્ટ વોટર (RTWW) પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છેજેમાં અંદાજે 656 મિલિયન લિટર પ્રતિ દિન (MLD) પાણી પુનઃઉપયોગ માટે ઉપલબ્ધ બનશે.

આ ઉપરાંતશહેરી પ્રદૂષણ સામે હવાની ગુણવત્તા સુધારવા માટે શહેરી વિકાસ વિભાગ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને આવરી લેતા ‘ક્લીન એર ઍક્શન પ્લાન્સ’ને લૉન્ચ કરવાનો લક્ષ્યાંક પણ ધરાવે છે. રાજ્યની બાકી રહેલી ચાર મોટી મહાનગરપાલિકાઓ ભાવનગરજામનગરજૂનાગઢ અને ગાંધીનગર માટે પણ ક્લીન એર ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટના નિકાલનું લક્ષ્ય

ઉલ્લેખનીય છે કેગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષાજાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત રાજ્ય સરકારે માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છેજેમાંથી અત્યાર સુધીમાં 281.802 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંતશહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા ₹2,756 કરોડથી વધુના ખર્ચે 1823થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવશે. રાજ્યભરમાં શહેરોના જાહેર સ્થળોએથી ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવા માટે 1,533 ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ (GVPs)ની ઓળખ કરીને તેના નિકાલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટકાઉ શહેરી આયોજન અને વિકાસને પ્રોત્સાહન આપતી આ દરેક પહેલ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.