મસ્કની SpaceXની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે કરાર થયા
જે આદિજાતી અને અંતરિયાળ વિસ્તારોમાં ટેલિકોમ નેટવર્કની સમસ્યા છે, ત્યાં કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા સરકારની સેવાઓ વધુ ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) એક્સચેન્જ આજે ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.
-
સરકારી સેવાઓનો વ્યાપ: ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો સહિત રાજ્યવ્યાપી સ્તરે ડિજિટલ ગવર્નન્સનો વિસ્તાર થશે, જેનાથી વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે.
-
ઝડપી ઈ-ગવર્નન્સ: જે આદિજાતી અને અંતરિયાળ વિસ્તારોમાં ટેલિકોમ નેટવર્કની સમસ્યા છે, ત્યાં કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા સરકારની સેવાઓ વધુ ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.
-
આરોગ્ય અને શિક્ષણમાં સુધારો: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડાતા શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને વેગવંતી બનશે.
-
ક્ષમતા વર્ધન (Capacity Building): સરકારી એજન્સીઓ, શાળાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવશે.
-
સુરક્ષા અને દેખરેખ: વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, હાઈવે સેફટી સિસ્ટમ્સ અને કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં કનેક્ટિવિટી મજબૂત થવાથી દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સારી બનશે.
-
આપત્તિ વ્યવસ્થાપન: તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ (Control Rooms) ને સાંકળી લેવાથી કુદરતી આફતો સમયે સંકલન સાધવું સરળ બનશે.
-
ઔદ્યોગિક વિકાસ: GIDC ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને પોર્ટ કનેક્ટિવિટી મજબૂત થવાથી રાજ્યના વેપાર અને ઉદ્યોગને વેગ મળશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા માટે જરૂરી ડિજિટલ ગવર્નન્સને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારના મહત્વપૂર્ણ કદમ સમાન આ પહેલ અન્વયે, રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસીલીટી કોમન સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરાશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદ્રઢ અને ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્દ્ધ કરવાનું આયોજન.
ગવર્મેન્ટ એજન્સીઝ, ગવર્મેન્ટ સ્કૂલ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનું કેપેસિટી બિલ્ડીંગ કરાશે. સરકારી શાળાઓ, પોર્ટ ફેસિલિટીઝ, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે. મુખ્યમંત્રીશ્રીએ આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યવ્યાપી મોડર્ન ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચર અને સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LoIમાં આવરી લેવાયા છે.
