Western Times News

Gujarati News

૯૬ લાખની સોનાની લગડીઓ મળી દુબઈથી આવતી ફ્લાઈટમાં મુસાફર પાસેથી

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી (નવમી ફેબ્રુઆરી, ૨૦૨૬) સવારે સોનાની દાણચોરી પકડાઈ છે. દુબઈથી આવતી સ્પાઇસ જેટની ફ્લાઈટમાં સોનાની દાણચોરી ઝડપાઈ છે.

દુબઈથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી ૩૨૪.૧૪ ગ્રામ સોનાની ત્રણ લગડીઓ ઝડપી પાડવામાં આવી છે. આ ત્રણ સોનાની લગડીઓની (ગોલ્ડ બાર) બજાર કિંમત ૯૬ લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે એક અન્ડરવેરની અંદર પણ સોનું છુપાવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ ઉપર ૮ કરોડના ગાંજાની હેરાફેરી બાદ અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે સોનાની દાણચોરીનો કેસ પકડાયો છે.

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં એક પેસેન્જરે બે ગોલ્ડ બાર બેગેજમાં કન્સિલ કરીને છુપાવ્યા હતા. આ ઉપરાંત બાકીનું ગોલ્ડ અન્ડરવેરની અંદર છુપાવ્યું હતું. જોકે, અન્ડરવેરમાંથી મળેલા સોનાનો જથ્થો કેટલો છે અને તેની બજાર કિંમત કેટલી છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. કસ્ટમ વિભાગે આ અંગે વધુ તપાસ સાથે કાર્યવાહી કરવાની શરૂ કરી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગનુમ એર ઇન્ટેલિજન્સ યુનિટ અવારનવાર સોનાની તસ્કરી ઝડપી પાડતું હોય છે. થોડા દિવસ પહેલા પણ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો.

અધિકારીઓએ આ મુસાફર પાસેથી ૧૦૮.૦૭ ગ્રામ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું હતુ. જેની બજાર કિંમત આશરે ૧૭.૩૯ લાખ રૂપિયા થાય છે. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની ફ્લાઈટ નંબર ૭૫૦ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.

એઆઈયુના અધિકારીઓને શંકાસ્પદ મુસાફરો અંગેના અગાઉથી મળેલા ઇનપુટ્‌સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી. આ મુસાફરને અટકાવીને જ્યારે તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી જેમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.