Western Times News

Gujarati News

વિરપુર ઠાકોર સમાજ પંચની સમાજ સુધારણા બેઠક યોજાઈઃ લગ્ન પ્રસંગમાં થતા ખર્ચાના પ્રસ્તાવ મુકાયા

મહીસાગર વિરપુર ૬૨ ગામની સમાજની બેઠકમાં જન્મથી મરણ અને લગ્નના સુધારા માટે સમાજ સંમત

વિરપુર તાલુકાના ગામડાઓમાંથી ઝમઝર માતાજીના મંદિરે સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા

(પ્રતિનિધિ) વિરપુર , મહીસાગર જિલ્લાના વિરપુર ઠાકોર સમાજ પંચની સમાજ સુધારણા બેઠક વિરપુરના જમઝર માતાજીના મંદિરે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સરપંચો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજમાં જન્મથી લઈને મરણ પ્રસંગમાં સુધારણા લાવવા ઉપર ભાર મૂકાયો હતો.

તદુપરાંત લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચા સહિત અન્ય રૂઢીરિવાજ નાબૂદ કરવા સમાજના અગ્રણીઓ એક મંચ હતા.

તદ ઉપરાંત સમાજ શૈક્ષણિક અને ધંધા રોજગારમાં કેવી રીતે આગળ આવે તે અંગે પણ વિચાર વિમર્શ કરાયો હતો. એકઠા થઈને સંમત થયા. વિરપુર જમઝર માતાજીના મંદિર પાસે મળેલી મિટિંગ માં ઉપસ્થિત તાલુકામાંથી યુવાનો વડીલો આગેવાનો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એક મંચ ઉપર મળેલી આ બેઠકમા જન્મ પ્રસંગે થતા રીત રિવાજ તેમજ લગ્ન પ્રસંગમાં થતા રીત રિવાજ અને ખર્ચા અંગે સમાજના વડીલો અને શ્રેષ્ઠીઓ આગળ પ્રસ્તાવ ઠાકોર અને અગ્રણી સહિતના રજૂ કરાયો હતો. જેમાં સમાજના વડીલોના સૂચન લઈને ઉપરોક્ત મુદ્દાઓ સહિત અન્ય સુધારા વધારા ધ્યાને લઈને સમાજના ઉત્થાન માટે જરૂરી સુધારા માટે સૌ સંમત થયા હતા.

આગેવાનોએ બનાસકાંઠાથી સમાજનું જે બંધારણ શરૂ થયું છે તેની જેમ અમલ માટે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી. તદઉપરાંત વડીલો યુવાનો અને આગેવાનો દ્વારા સમાજ શૈક્ષણિક રીતે અને ધંધા રોજગારમાં કઈ રીતે આગળ વધે તે માટે પણ વિચાર કરાયો હતો.

તદુપરાંત આવતા સમયમાં ચુસ્તપણે બંધારણનો ચુસ્ત અમલ થાય તે માટે સરપંચો અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓને પ્રયત્ન કરવા માટે ભાર મૂકાયો હતો વિરપુર ના ૬૨ ગામોમાં પ્રચાર પ્રસારણ કરીને આગામી સમયે તારીખ નક્કી કરીને સમાજ ની મીટીંગ બોલાવીને બંધારણ જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.