કપડવંજ ખાતેના એસટી ડેપોના કર્મચારીઓએ ઉમદા માનવતા દર્શાવી
લવાલના મહિપતસિંહ ફાઉન્ડેશનને ૭પ હજારથી વધુનું આર્થિક યોગદાન આપ્યું
ડાકોર, કપડવંજ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે લવાલ સ્થિત મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત શૈક્ષણિક સંકુલને ૭પ૧૧૧ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. કર્મચારીઓના આ માનવીય અભિગમને પંથકના અગ્રણીઓએ બિરદાવી ડેપો મેનેજરને અભિનંદન પાઠવ્યા છે.
કપડવંજ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા સ્વૈÂચ્છક રીતે ફાળો એકત્રિત કરીને મહિપતસિંહ ફાઉડેન્શન શિક્ષણ જ કલ્યાણ સંકુલ, લવાલ ખાતે ૭પ૧૧૧ રૂપિયાની માતબર રકમ રોકડમાં સહયોગ તરીકે આપવામાં આવી છે. આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હોવાથી વિદ્યાર્થીઓના હિતાર્થે કર્મચારીઓએ આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું.
આ આર્થિક સહયોગ બદલ મહિપતસિંહ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કપડવંજ જીએસઆરટીસી સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ માનવીય પહેલની સમગ્ર કપડવંજ પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
પંથકના વિવિધ અગ્રણીઓએ કર્મચારીઓના આ સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું અને આ પ્રવૃત્તિ બદલ ડેપો મેનેજર કલ્યાણીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. સરકારી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓએ સામાજિક કલ્યાણના કાર્યમાં સહભાગી થઈને સમાજમાં એક સકારાત્મક સંદેશ વહેતો કર્યો છે.
