Western Times News

Gujarati News

ગાંધીનગરના દહેગામના એક ગામમાં તમામ લોકોએ 100 ટકા વેરો ભર્યો

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લ્માં ૩૧૯ ગ્રામ પંચાયત છે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૮પ, માણસા તાલુકામાં ૮૧, કલોલ તાલુકામાં પ૪ અને દહેગામ તાલુકામાં ૯૩ ગ્રામ પંચાયત અસ્તીત્વમાં છે.

તે પૈકી દહેગામ તાલુકાના ઝાલાના મુવાડા ગ્રામ પંચાયતમાં ૧૦૦ ટકા વેરો વસુલ થયો છે, તે પછી આ તાલુકાની જાલીયાના મઠ ગામમાં ૭૪ ટકા, પલ્લાના મઠ ગામમાં ૬૮ ટકા અને મીરાપુર ગામમાં ૬૮ ટકા વેરો ભરપાઈ થયો છે. કલોલ તાલુકામાં રામનગર- ૯૪ ટકા, સનાવાડ ૮પ.૪૧ ટકા, હિંમતપુરા ૭૦ ટકા તેમજ ઉસ્માનાબાદ, પાલોડીયા, શેરીશા અને વાયણામાં ૬૦ ટકાથી વધુ વેરો વસુલાયો છે.

ગાંધીનગર તાલુકામાં ચેખલારાની ૭૦ ટકા, સરઢવ ૭ર ટકા, સોનીપુરમાં ૭ર ટકા વેરો ભરાયો છે. માણસા તાલુકાના અજરાપુરા ૬૩ ટકા, ફતેપુરા ૮૧ ટકા, હિંમતપુરા ૬૭ ટકા, મણિનગર સોજા ૬૬ ટકા, રાજપુરા ૬૦ ટકા, બાપુપુરા ૬ર ટકા અને ઉમિયાનગર બી ગામમાં ૭૩ ટકા વેરો ભરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.