Western Times News

Gujarati News

શામળાજી નજીક વાંદીયોલના ડુંગર પર આગ ભભૂકી ઉઠતા વનરાજી આગમાં ખાખ

ભિલોડા: અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે શામળાજી નજીક વાંદીયોલના ડુંગર પર લાગેલી આગ ઝડપથી પ્રસરતા હજ્જારોની સંખ્યામાં વનરાજી બળીને ખાખ થઈ હતી.

શામળાજી નજીક વાંદીયોલ ગામના ડુંગર પરના જંગલોમાં રવિવારે સાંજના સુમારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અને આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અંદાજે ૧ કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રસરતા ધુમાડાના ગોટેગોટા નીકળતા ગ્રામજનો અને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનસ્થળે પહોંચી આગ પર લોકોના સહયોગ થી કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા જંગલમાં લાગેલી આગથી વનરાજી બળીને ખાખ થઈ હતીસતત અરવલ્લી જિલ્લામાં ડુંગર વિસ્તાર અને જંગલમાં લગતી આગ થી વનસંપદા સહીત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે  અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.