Western Times News

Gujarati News

ધુરંધર ૨નો મોટો સોદો: રનવીરની ફિલ્મને ૨૪૫ કરોડની નોન-થિયેટ્રિકલ ડીલ મળી

મુંબઈ, રનવીર સિંહ અને આદિત્ય ધરની ધુરંધર ૨એ નોન-થિયેટ્રિકલ બિઝનેસ બાબતે નવા લક્ષ્યાંક સ્થાપી દીધા છે. ધુરંધર ૨એ છેલ્લા કેટલાક વર્ષાેનો સૌથી મોટો સોદો કર્યાે છે.

ધુરંધરઃ ધ રિવેન્જએ નોન-થિયેટ્રિકલ રાઇટ્‌સ માટે ઐતિહાસિક ૨૪૫ કરોડની ડીલ કરી છે, જેનાથી એક નવો રેકોર્ડ બન્યો છે અને ળેન્ચાઇઝની ખુબ મોટી કમર્શીયલ ડિમાન્ડ દર્શાવે છે.આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ધુરંધર ૨ના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્‌સ જિઓ હોટસ્ટારે ૧૫૦ કરોડમાં ખરીદ્યા છે, જ્યારે તમામ ભાષાઓના સેટેલાઇટ રાઇટ્‌સ સ્ટાર નેટવર્ક્સને ૫૦ કરોડમાં મળ્યા છે.

આ ઉપરાંત સંગીતના અધિકારો ટી સિરીઝે ૪૫ કરોડમાં ખરીદ્યા છે, જેના કારણે ફિલ્મની કુલ નોન-થિયેટ્રિકલ કિંમત ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે.ધુરંધર પાર્ટ ૧ના નોન-થિયેટ્રિકલ રાઇટ્‌સ પણ અંદાજે ૧૪૦ કરોડની ભારે કિંમતમાં વેચાયા હતા.

ધુરંધર ૨ ૨૪૦ કરોડ સુધી પહોંચતાં, સિક્વલનો આ આંકડો લગભગ બમણો થઈ ગયો છે. બે ધુરંધર ફિલ્મોથી જિઓ સ્ટુડિયોઝને મળતો સંયુક્ત નફો ઐતિહાસિક છે.પહેલી ધુરંધરની રિલીઝ વખતે પ્રમોશન માટે વિવિધ સ્ટ્રેટેજી અપનાવાઈ હતી પરંતુ હવે બીજી ફિલ્મમાં ફિલ્મના માર્કેટીયર્સે નો પ્રમોશન સ્ટ્રેટેજી અપનાવી છે.

આ વર્ષે ‘ધુરંધર ૨ – ધ રિવેન્જ’ની સૌથી વધુ રાહ જોવાય છે. તેનું ટીઝર લોંચ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં એક મોટી ઇવેન્ટમાં તેનું ટ્રેલર લોંચ થવાનું છે. પરંતુ વરુણ ગુપ્તા જણાવે છે, “ક્યારેક જે બાબત પોતે જ સહજ સક્ષમ હોય તેના રસ્તામાં તમે ન આવો એ જ યોગ્ય રહે છે, જે પહેલાંથી જ સારું ચાલતું હોય તેની અતિશ્યિક્તિ કરી તો અમે મૂર્ખ જ ગણાઈએ. લોકોને વધારે પડતું આપીને તેમનો ઉત્સાહ મારી ન શકો.

જો તમને ભુખ લાગી હોય અને હું તમને માત્ર સ્ટાર્ટર જ આપીને પછી ભોજન માટે રાહ જોતાં છોડી દઉં એવી વાત થઈ. જો તમારું અતિશય ભરાઈ ગયું હશે અને તેમે ગળા સુધી આવી ગયા હશો, તો તમે પહેલા દિવસે ટિકિટ લઇને ફિલ્મ જોવા નહીં જાઓ. પહેલી ફિલ્મમાં પ્રમોશન ન કરવાનું જોખમ ન લઈ શકાય પણ હવે અમે ડેસ્પરેટ છીએ એવું ન બતાવી શકીએ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.