Western Times News

Gujarati News

આણંદમાં સરવર ચેરીટેબલ ટ્રસ્ટનો ૧૦મો સમુહ શાદી સમારોહ યોજાયો

આણંદનાં સરવર ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે આણંદ શહેરમાં કોમ્યુનીટી હોલ ખાતે દસમો સમુહ શાદી સમારોહ આણંદ નગરપાલિકાનાં પ્રમુખ કાંતીભાઈ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.જેમાં ૧૭ નવયુગલોએ નિકાહની રસમ અદા કરી સંસારીક જીવનનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે પ્રારંભમાં પીરે તરીકત શૈખુલકુર્રા શબ્બીરહુશેન કારી બાવાએ તીલાવતે કુરઆન રજુ કર્યા બાદ હાજી ઐયુબખાન પઠાણએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો,ત્યારબાદ આણંદ શુન્ની મુસ્લિમ સમાજ વેલ્ફેર ટ્રસ્ટનાં ચેરપર્સન અને નિવૃત્ત વર્ગ-૧ અધિકારી હાજી મુસ્તુફામિંયા ઠાકોરએ સરવર ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રવૃત્તિ અહેવાલ રજુ કર્યો હતો.

આ પ્રસંગે આણંદ સેન્ટ્રલ ઈદે મિલાદ કમીટીનાં સ્થાપક પ્રમુખપદે ૨૩ વર્ષ સુધી સેવાઓ આપી સ્વૈચ્છિક  નિવૃત્તિ લેનાર હાજી મુસ્તુફામીંયા ઠાકોરનું પાલિકા પ્રમુખ કાંતીભાઈ ચાવડા અને એઆરટીઓ અધિકારીનાં હસ્તે સાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી સન્માન કરી તેઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ કાંતીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સમાજનો વિકાસ કરવો હશે તો કુરિવાજા અને ખોટા ખર્ચાઓને તિલાંજલી આપીને સમુહ લગ્નોમાં જાડાવું પડશે,લગ્ન પાછળ દેખા દેખીમાં ધણા ખર્ચાઓ થતા હોય છે,અને તેનાં કારણે ક્ષમતા નહી હોવા છતાં પિતા લગ્નો પાછળ ખોટા ખર્ચાઓ માટે વ્યાજે પૈસા લઈને દેવાદાર બની જતો હોય છે,ત્યારે ખોટા ખર્ચાઓ અને કુરિવાજાથી બચીને જા સમુહ લગ્નોમાં સાદગી પૂર્વક લગ્નો કરવામાં આવે તો પૈસા બચાવી શકાય અને આ પૈસાનો સંતાનોનાં અભ્યાસ પાછળ ખર્ચ કરીને પરિવારનો વિકાસ કરી શકાય.

આ પ્રસંગે આણંદ આરટીઓ કચેરીનાં એઆરટીઓ અધિકારી એન ડી.પંચાલએ જણાવ્યું હતું કે સમુહ લગ્નમાં એક જ મંડપ નીચે થતા લગ્ન આવકાર્ય છે,તેનાંથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પણ લગ્નનું ભારણ નહી આવે અને કોઈ પરિવાર દેવાદાર નહી બને,તેઓએ નવદંપતીઓને સુખી લગ્ન જીવન માટે આશિર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે મેડીકલ કોલેજ કરમસદનાં પ્રોફેસર ડાp.નાઝીમાં મિરઝા,નિવૃત્ત ડીવાયએસપી એમ.યુ મિરઝા,નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી મહમદહફીઝ મલેક ,યાકુબખાન પઠાણએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.આ પ્રસંગે ૧૭ દુલ્હા દુલ્હનોએ નિકાહની રસમ અદા કરી સંસારીક જીવનનો પ્રારંભ કર્યો હતો.આ પ્રસંગે લિંબાડા ગામનાં પિયુષકુમાર ઈન્દ્રસિંહ બારોટ,પીરે તરીકત શબ્બીરહુશેન ઉર્ફે કારીબાપુ, પીરે તરીકત સૈયદ ગુલામરસુલ ઉર્ફે જલાલીબાપુ કારંટવાળા,જીગરભાઈ કાસમભાઈ ધાનાણી,સામાજીક કાર્યકર રીઝવાન મેમણ સહીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં હાજી ઐયુબખાન પઠાણએ આભારવિધી કરી હતી,કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટનાં પ્રમુખ યાવરહુશેન ઠાકોર,ઉપપ્રમુખ શાહબુદ્દીન મલેક,સહીત કાર્યકરોએ ભારે ઝહેમત ઉઠાવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.