Western Times News

Gujarati News

પંકજ ત્રિપાઠીનો બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો નિર્ણય

મુંબઈ, બેસ્ટ એક્ટિંગ મામલે બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ ખુબ જાણીતું છે. જોકે હવે તેમણે બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષાેમાં અનેક સુપરહિત ફિલ્મ આપીને ચાહકોમાં જબરદસ્ત નામ ઉભુ કરનાર પંકજ ત્રિપાઠીએ બ્રેક લેવા મામલે જાહેરમાં વાત કરી છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે, તેમણે ઈમાનદારી બોલિવૂડમાં બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મો અને સિરીઝોમાં સતત કામ કર્યા બાદ તેમને અનુભવ થયો છે કે, તેમના અગાઉ જે ઉત્સાહ હતો, તે હવે ઘટવા લાગ્યો હતો.મીડિયા રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠીએ પોતાની એક્ટિંગમાંથી બ્રેક લેવા પર વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું સતત પ્રોજેક્ટો પર કામ કરી રહ્યો હતો, જેનાથી મને થાક અને કંટાળાનો અનુભવ થતો હતો. મને મારા કામમાં મજા આવી રહી નથી, તેથી મારા માટે એક બ્રેક લેવો ખુબ જરૂરી હતો.

હવે હું વધુ સિલેક્ટીવ થઈ ગયો છું અને મને ઉત્સાહિત કરે તેવા જ કામ કરવા માટે ઘરેથી નિકળું છું. હવે હું તે તમામ પ્રોજેક્ટો કરવા માંગતો નથી, જે મારી પાસે આવે છે.’પંકજે વધુમાં કહ્યું કે, ‘હું જે જિદગીના તબક્કામાં છું, તેમાં માત્ર એક્સાઈટમેન્ટ અને આર્ટિસ્ટિક સેટિસ્ફેક્શન માટે એક્ટિગ કરવા માંગું છું. હું માત્ર ઘર ચલાવવા કે ઈએમઆઈ ભરવા માટે આ કામ ન કરી શકું. હું એ કરવા અને જોવા ઈચ્છું છું, જે લાંબા સમયમાં મને સફળ બનાવે.’

ઉલ્લેખનીય છે કે, પંકજે વર્ષ ૨૦૨૫માં માત્ર એક ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનો’ અને વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસઃ એ ફેમિલી મેટર’માં જોવા મળ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ધીમી જિંદગીને દોડાવવા માંગતો હતો, જોકે હું જ ઝડપી જિંદગીમાં ફસાઈ ગયો.

ખાસ કરીને કોવિડી પહેલા અને તે પછીના તબક્કામાં… મને અહેસાસ થયો કે, એક એક્ટરે પોતાના હથિયારનો ઉપયોગ ઘણું વિચારીને કરવો જોઈએ. હવે મારા પર વધુ જવાહદારી નથી. મેં વિચાર્યું કે, મારે માત્ર તે કહાનીઓ સાથે જોડાયેલું રહેવું જોઈએ, જે મને ઉત્સાહિત કરે. સતત ૩૦ દિવસ સુધી કામ કરીને તમે થાકી જાવ છો અને હું થાકી ગયો હતો.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.