દુનિયાના ૭૧ શકિતશાળી દેશોના લોકો પણ આર્થિક તંગીથી પરેશાન
માત્ર ગરીબ દેશો જ નહીં બલકે દુનિયાના ૭૧ શકિતશાળી દેશોના લોકો પણ આર્થિક તંગીથી પરેશાનઃ ભારતમાં મોંઘવારી અને બેકારી મોટી સમસ્યા
(એજન્સી)નવીદિલ્હી, આજે દુનિયામાં સૌથી મોટો પડકાર યુદ્ધ અને મહામારી નથી બલકે નબળી આર્થિક વ્યવસ્થા છે. એક તાજેતરમાં સંશોધનમાં બહાર આવ્યું છે. કે વૈશ્વીક સ્તરે દર ચોથી વ્યકિત આર્થિક તંગીથી પરેશાન છે.
અમેરીકી એનાલીટીકસ કંપની ગેલપે આ અધ્યન ભારત સહિત ૧૦૭ દેશોમાં કર્યું હતું તેમાં જાણવા મળ્યું છે કે, ર૩ ટકા લોકોએ અર્થ વ્યવસ્થાને લઈને ચિતા વ્યકત કરી છે. ત્રણ ટકા લોકો ભોજન અને આવાસની કમીથી પરેશાન છે. ગેલપે વર્લ્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ રીપોર્ટ -ર૦ર૬ ટાઈટલથી અભ્યાસનું નિષ્કર્ષ જાહેર કર્યું છે.
રીપોર્ટમાં એવો ચોકાવનારો ખુલાસો થયો છે. કે આર્થિક તંગીની ચિંતા માત્ર ગરીબ દેશો સુધી સીમીત નથી. બલકે દુનિયાના ૭૧ શકિતશાળી દેશોમાં પણ આ મુદો પ્રથમ સ્થાને છે. ૧પથી૩૪ વર્ષની વયના યુવાનોમાં આર્થિક ચિંતા સૌથી વધુ છે. ૩૪ ટકા યુવાનોએ નબળી અર્થવ્યવસ્થાને સૌથી મોટી સમસ્યા માની છે. આ આંકડો વડીલો ૩૦ ટકા ની તુલનામાં વધુ છે. તેનું કારણ નોકરીઓની કમી ભણતરનો વધતો ખર્ચ અને ભવીષ્યની અસુરક્ષા છે.
લોકો દેશની પ્રગતી પોતાની દૈનિક જીંદગીથી જુએ છે. રીપોર્ટથી જાણવા મળે છે. કે લોકો પોતાના પરીવાર માટે ભોજન સુરક્ષીત ઘર અને ગરીમાપુર્ણ નથી મેળવી શકતા તેથી તેમના આર્થિક તનાવ વધી રહયો છે. લોકોની ચિંતામાં મુખ્યત્વેઈ જીવન સ્તર વધતી મોઘવારી અને ઓછો પગાર સામેલ છે.
રીપોર્ટ મુજબ ઓછી આવકવાળા દેશોમાં ૩૯ ટકા લોકો આર્થિક મુદાને સૌથી મોટી સમસ્યા માને છે. જયારે અમીર દેશોમાં આ આંકડો ર૧ ટકા છે. ભારત ઓછી આવકવાળા દેશોની શ્રેણીમાં છે. અહી સરેરાશ ૩૧ ટઠકા લોકોએ અર્થ વ્યવસ્થાને સૌથી મોટી સમસ્યા માની છે જે વૈશ્વીક સરેરાશ ર૩ ટકાથી ઘણી વધુ છે. ભારતમાં અર્થ વ્યવસ્થાની સૌથી મોટી ચિંતાએ કારણે મોઘવારી અને બેરોજગારી છે. અમેરીકા અને કેનેડા એકમાત્ર એવા દેશ છે. જયાં રાજનીતી અને સરકારને ર૩ ટકા લોકોએ અર્થ વ્યવસ્થાથી મોટી સમસ્યા માન્યા છે.
