મતદાન મથક બદલાતા 10 હજાર વકીલોમાં રોષ: બાર કાઉન્સીલની ચુંટણીમા ભડકો
ગુજરાતે કલબને બદલે યુનિવસીટી કન્વેન્શન હોલ ખાતે કેન્દ્ર રખાતા વિરોધ
(એજન્સી)અમદાવાદ, બાર કાઉન્સીલ ઓફગુજરાતની વર્ષે ર૦ર૬ની આગામી ચુંટણીના મતદાન મથક અંગે વિવાદનો મધપુડો છંછેડાયો છે. અમદાવાદ શહેરના ધારાશાસ્ત્રીઓ માટે વર્ષોથી પરંપરાગત રીતે ભદ્ર પાસેની ગુજરાત કલબમાં મતદાન મથક રાખવામાં આવતું હતું.
પરંતુ આ વખતે રીટનીગ ઓફીસરે આ કેન્દ્ર બદલીને ગુજરાત યુનિવસીટીના અટલ કલમ કન્વેન્શન હોલ ખાતે રાખતા વકીલ આલમમાં ભારે નારાજગી ફેલાઈ છે. ત્યારે શહેરના હજારો ધારાશાસ્ત્રીઓએ મતદાન મથક બદલાવામાં નિર્ણય સામે સખત વાંધો ઉઠાવીને જુનું મથક યથાવત રાખવા અથવા નજીકમાં વ્યવસ્થા કરવા માંગ કરી છે.
બાર કાઉન્સીલના સભ્યો અનીલ કેલ્લા અને ભરત ભગતે જણાવ્યું છે કે, આગામી ૬-૩-ર૦ર૬ના રોજ યોજાનારી ચુંટણી માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અમદાવાદ સીટી સીવીલ કોર્ટે ભદ્ર પાસેની ગુજરાત કલષમ ખાતે મતદાન મથક રાખવામાં આવતું હતું.
જોકે આ વર્ષે રીટનીગ ઓફીસરે આ મથક બદલીને ગુજરાત યુનિવસીટી કન્વેન્શન હોલ અટલ કલામ ખાતે ખસેડયું છે. આ નિર્ણયને કારણે અમદાવાદ શહેરની વિવિધ કોર્ટમાં પ્રેકટીસ કરતા ાઅશરે ૧૦,૦૦૦ ધારાશાસ્ત્રીને મુશ્કેલી પડી શકે છે. નવું મતદાન મથક શહેરના મધ્ય વિસ્તારથી આશરે ૮થી૧૦ કિ.મી. દુર હોવાથી વકીલોને ત્યાં પહોચવામાં ભારે અગવડતા પડશે જેના કારણે મતદાનની ટકાવારી ઘટવાની પુરી સંભાવના છે.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટના વકીલોને પણ ગુજરાત કલબ આવવામાં અંતર નડતું હોવાથી નામદાર કોર્ટે હાઈકોર્ટમાં જ અલગ મતદાન મથક ફાળવવા આદેશ આપ્યો હતો. આ જતર્કને આધારે અમદાવાદના વકીલો માટે પણ શહેરની મધ્યમાં અથવા દરેક એસોસીએશનના કોર્ટ કમ્પાઉન્ડમાં મતદાનની વ્યવસ્થા કરવાની માગ ઉઠી છે. ધારાશાસ્ત્રીઓએ માગ કરી છે. કાં તો જુની પદ્ધતિ મુજબ ગુજરાત કલબ ખાતે જ મતદાન રાખવું અથવા રથી૩ કિ.મી.ના વિસ્તારમાં વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઈએ.
