બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની તેની જ દુકાનમાં કરપીણ હત્યા
ઢાકા, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ હજુ અટકી નથી. હિંસક કટ્ટરવાદી ટોળાએ ૬૨ વર્ષના હિન્દુ વેપારીની તેની જ દુકાનમાં ઘૂસીને કરપીણ હત્યા કરી હતી. મીમેનસિંઘ જિલ્લાના ત્રિશાલ ખાતે સોમવારે રાત્રે બનેલી આ ઘટના અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. સુસેન ચંદ્ર સરકાર ત્રિશલા ખાતે બોગર બજારમાં ભાઈ ભાઈ એન્ટરપ્રાઈઝ નામથી દુકાન ચલાવતા હતા અને નજીકમાં સાઉથકાંડા ગામમાં રહેતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, તિક્ષ્ણ હથિયારોથી સરકારની હત્યા કરવામાં આવી હતી અને તેને દુકાનમાં પૂરીને શટર બહારથી બંધ કરી દેવામાં આવ્યુ હતું. રાત્રિના સમયે સરકાર ઘરે પરત નહીં ફરતા પરિવારજનો શોધખોળ આદરી હતી, જેમાં દુકાનની અંદર લોહીલુહાણ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સરકારને લઈ જવાયા હતા, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
મૃતકના દીકરા સુજન સરકારે જણાવ્યુ હતું કે, તેના પિતા લાંબા સમયથી ચોખાનો વેપાર કરતા હતા અને તેમની કોઈની સાથે દુશ્મની ન હતી. ટોળાએ દુકાનમાંથી હજારો ટાકા લૂંટી લીધા હતા અને હત્યા કરી હતી. બાંગ્લાદેશમાં ૧૨મી ફેબ્›આરીએ ચૂંટણી યોજાવાની છે ત્યારે લઘુમતીઓ પર અત્યાચારની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે.SS1MS
