Western Times News

Gujarati News

રાહુલ ગાંધી વિરુદ્ધ સરકાર વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવશે

અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિશેષાધિકાર નોટિસ દાખલ કરવા જઈ રહ્યા છીએઃ રિજિજુ

(એજન્સી)નવી દિલ્હી, લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોમ્બેટ સ્પોર્ટ્‌સ ટેÂક્નક્સના ઉદાહરણથી શરૂઆત કરતા કહ્યું કે, ‘માર્શલ આર્ટ્‌સમાં એક ક્રમ હોય છે, ગ્રીપ (પકડ), ચોક (ગળું દબાવવું) અને ટેપ (હાર સ્વીકારવી). આ ગ્રીપ રાજકારણમાં પણ અÂસ્તત્વ ધરાવે છે.

જો કે, રાજકારણમાં આ ગ્રીપ, ચોક અને ટેપ હંમેશા છુપા રહે છે.’ આ રીતે શરૂઆત કરીને રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે ‘ભારત હાલમાં એક ખતરનાક અને અનિશ્ચિત વિશ્વમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.’

ત્યાર પછી તેમણે એપસ્ટિન ફાઈલ, ભારત-યુએસ ડીલ, ટેરિફ, ડેટા સુરક્ષા, ઓઈલ ખરીદી અને અદાણી સહિતના મુદ્દા ઉઠાવીને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ હવે સરકાર રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહને ગેરમાર્ગે દોરવા અને પાયાવિહોણા નિવેદનો આપવા બદલ વિશેષાધિકાર નોટિસ દાખલ કરવા જઈ રહ્યા છીએ. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અને કાર્યવાહીના સ્પષ્ટ નિયમો છે. જ્યારે કોઈ સભ્ય બીજા સભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવા માંગે છે, ત્યારે તેણે નોટિસ આપીને આરોપને સમર્થન આપવું જોઈએ.

મેં રાહુલ ગાંધીને ગૃહમાં હાજર રહેવા અને તેમણે ઉઠાવેલા મુદ્દાઓને સમર્થન આપવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ સરકાર અને વડાપ્રધાન વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા છે, દાવો કર્યો છે કે વડાપ્રધાને ભારત અને ભારતીય હિતોને વેચી દીધા છે. કયા આધારે? તેમણે નોટિસ વિના હરદીપ સિંહ પુરી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે.

રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? અમારું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે મોદી સરકારે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનો ટેરિફ ત્રણ ટકા હતો જે હવે વધીને ૧૮ ટકાએ પહોંચી ગયો છે. પીએમ મોદી ડરી રહ્યા છે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. ગૌતમ અદાણી કોઈ સામાન્ય બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે, પરંતુ તેમનો ટારગેટ પીએમ છે, અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાઇનાÂન્શયલ સ્ટ્રક્ચર છે. અનિલ અંબાણી જેલમાં કેમ નથી? તેનું પણ કારણ એપસ્ટિન ફાઈલ જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.