કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગઃ હુમલાખોર એ જ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી
શૂટર સહિત ૧૦નાં મોત, ૨૫થી વધુ ઘાયલ -સ્કૂલમાં કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ હાજર હતા
-
હુમલાખોરની અટકાયત: સ્થાનિક પોલીસ (RCMP) એ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જોકે હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.
(એજન્સી)નવી દિલ્હી, કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તર-પૂર્વીય ભાગમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર થયો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
પ્રાથમિક તપાસ અને સ્થાનિક અહેવાલો અનુસાર, અટકાયત કરવામાં આવેલો હુમલાખોર એ જ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેની ઉંમર અંદાજે 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું મનાય છે. પોલીસે હજુ સુધી તેની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરી નથી કારણ કે તે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે.
હુમલો કરવા પાછળનું કારણ (મોટિવ)
પોલીસ અને તપાસ એજન્સીઓ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે, જેમાં નીચે મુજબના સંભવિત કારણોની ચર્ચા થઈ રહી છે:
-
માનસિક તણાવ અથવા બદલો: પ્રાથમિક અંદાજ મુજબ, હુમલાખોર કદાચ સ્કૂલના સમય દરમિયાન તેની સાથે થયેલા કોઈ વ્યવહાર અથવા ‘બુલિંગ’ (ધમકાવવું) ને કારણે નારાજ હતો. તે જૂની અદાવતનો બદલો લેવા માંગતો હોવાની શક્યતા છે.
-
નફરત ફેલાવવાનો ઈરાદો: તપાસકર્તાઓ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ તપાસી રહ્યા છે જેથી જાણી શકાય કે તે કોઈ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો કે કેમ.
-
એકલતા અને નિરાશા: પડોશીઓ અને ઓળખીતાઓના મતે, તે છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતો હતો અને તેની વર્તણૂકમાં અચાનક બદલાવ આવ્યો હતો.
પીસ રિવર સાઉથ સ્કૂલ પ્રશાસને તરત જ સેકન્ડરી સ્કૂલ અને ટમ્બલર રિજ એલિમેન્ટરી સ્કૂલને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધી. તમામ બાળકો અને સ્ટાફને શાળાની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું કે હાલમાં વધુ માહિતી શેર કરી શકાતી નથી, કારણ કે ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે બહાર આવ્યા છે, તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે, જેથી પોલીસ પોતાનું કામ બરાબર કરી શકે.
સરકારી વેબસાઇટ અનુસાર, ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ ૭ થી ૧૨ સુધીના કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ઇઝ્રસ્ઁ) ના નોર્થ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર કેન ફ્લોયડે જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી અને સ્થિતિ ઘણી ગંભીર હતી.
તેમણે જણાવ્યું કે શાળા પ્રશાસન, ઇમરજન્સી ટીમો અને સ્થાનિક લોકોના સહયોગથી પોલીસને કાર્યવાહી કરવામાં મદદ મળી.પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ ૧ વાગીને ૨૦ મિનિટે શાળામાં ગોળીબારની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલીસ શાળાની અંદર દાખલ થઈ.
ત્યાં ઘણા લોકો ઘાયલ અને મૃત હાલતમાં મળ્યા.એક વ્યક્તિ જેને હુમલાખોર માનવામાં આવી રહ્યો છે તે પણ મૃત હાલતમાં મળી આવ્યો. તેના શરીર પર પોતાને ઇજા પહોંચાડવાના નિશાન મળ્યા છે.હુમલાખોર ઉપરાંત અન્ય છ લોકો શાળાની અંદર મૃત મળ્યા. બે ઘાયલોને ગંભીર હાલતમાં હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા. અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું.
લગભગ ૨૫ લોકોને સામાન્ય ઇજાઓ સાથે સ્થાનિક મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.પોલીસે જણાવ્યું કે શાળાના બાકીના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મામલાની તપાસ ચાલુ છે. અકસ્માત સ્થળે ઇમરજન્સી એલર્ટ સમાપ્તબ્રિટિશ કોલંબિયાના પબ્લિક સેફ્ટી મંત્રી અને સોલિસિટર જનરલ નીના ક્રિગરે આ ગોળીબારને ‘હૃદયદ્રાવક’ ગણાવ્યો છે.
