ચાલુ વર્ષે રૂ.૧૯.૪૪ લાખ કરોડની ટેક્સ આવક, કલેક્શનમાં ૯.૪% વધારો
નવી દિલ્હી, રિફંડમાં ધીમી ગતિ અને કોર્પાેરેટ ટેક્સની ઊંચી આવકને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦મી ફેબ્›આરી સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન ૯.૪ ટકા વધીને આશરે રૂપિયા ૧૯.૪૪ લાખ કરોડ થયું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) માટેના સુધારેલા અંદાજમાં સરકારે તેના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક રૂ. ૨૪.૮૪ લાખ કરોડ રાખ્યો છે.
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, નેટ કોર્પાેરેટ ટેક્સ કલેક્શન ૧૪.૫૧ ટકા વધીને રૂ. ૮.૯૦ લાખ કરોડ થયું છે, જ્યારે વ્યક્તિગત કરદાતાઓ અને હિન્દુ અવિભાજ્ય પરિવારો સહિતના નોન-કોર્પાેરેટ ટેક્સની આવક ૫.૯૧ ટકા વધીને આશરે રૂ. ૧૦.૦૩ લાખ કરોડ થઈ છે. ૧ એપ્રિલથી ૧૦ ફેબ્›આરીની વચ્ચે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનું કલેક્શન રૂ. ૫૦,૨૭૯ કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં લગભગ સ્થિર છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦ ફેબ્›આરી સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૪.૦૯ ટકા વધીને રૂપિયા ૨૨.૭૮ લાખ કરોડ થયું છે. જેમાં રૂ. ૧૦.૮૮ લાખ કરોડનો ગ્રોસ કોર્પાેરેટ ટેક્સ અને રૂપિયા ૧૧.૩૯ લાખ કરોડના નોન-કોર્પાેરેટ ટેક્સનો સમાવેશ થાય છે.SS1MS
