Western Times News

Gujarati News

અરિજીતની નિવૃત્તિ પાછળ ‘ટોક્સિક કલ્ચર’ કારણભૂત

મુંબઈ, અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડવાની જાહેરાત કરતાં જ સંગીત જગતમાં ચર્ચાનો વંટોળ સર્જાયો છે. કેટલાક યુઝર્સે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કહેવાતા ‘ટોક્સિક સ્ટુડિયો કલ્ચર’ અને કામના વધતા દબાણને અરિજીતના નિર્ણય પાછળનું કારણ ગણાવ્યું છે.

જાણીતા ગાયક અરમાન મલિકે અરિજીતનો નિર્ણય સંપૂર્ણપણે અંગત છે અને તેને ખોટી રીતે રજૂ કરવો યોગ્ય નથી.દરેક ઇન્ડસ્ટ્રીની એક ડાર્ક સાઈડ હોતી જ છે, પરંતુ પોતાની કારકિર્દીમાં તેણે ક્યારેય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઝેરી વાતાવરણનો અનુભવ કર્યાે નથી. લોકો અડધા-અધૂરા અનુમાન લગાવવાને બદલે તેમના નિર્ણયનું સન્માન કરે એવું જણાવીને અરમાને કહ્યું છે કે “અરિજીતના પ્લેબેક સિંગિંગ છોડવા પાછળ ‘ટોક્સિક કલ્ચર’ જેવી કોઈ વાત નથી.

મારા કરિયરમાં પણ એવો કોઈ કડવો અનુભવ રહ્યો નથી. અરિજીતે દસ વર્ષથી વધુ સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદગાર ગીતો આપ્યા છે. જો તેઓ હવે પોતાની મરજીથી આ સફર પૂર્ણ કરવા માગે છે, તો તેને સકારાત્મક દ્રષ્ટિએ જોવું જોઈએ.”

અરિજીત સિંહે જોકે તેઓ સંગીતથી વિદાય લઈ રહ્યા નથી, માત્ર ફિલ્મો માટે ગાવાનું બંધ કરી રહ્યા છે. તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર આલ્બમ્સ, લાઈવ શો અથવા અન્ય સર્જનાત્મક પ્રોજેક્ટ્‌સ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહેશે. પ્લેબેક સિંગિંગ બાદ અરિજીત સિંહ કયા નવા સ્વરૂપે ચાહકો સામે આવશે, તેની આતુરતા સંગીતપ્રેમીઓમાં વધી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.