Western Times News

Gujarati News

સાઉદી ફિલ્મ ૭ ડોગ્સના ટ્રેલરથી સલમાન ખાન–સંજય દત્ત ચર્ચામાં

મુંબઈ, બોલીવૂડના બે મોટા સ્ટાર્સ સલમાન ખાન અને સંજય દત્તે આ વખતે કોઈ હિન્દી ફિલ્મથી નહીં, પરંતુ સાઉદી એક્શન થ્રિલર ૭ ડોગ્સના ટ્રેલરથી ચર્ચામાં સ્થાન મેળવ્યું છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ બંનેના સરપ્રાઇઝ કેમિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી. ફૅન્સ તેમની ઝલક જોઈને ઉત્સાહિત થઈ ગયા અને સોશિયલ મીડિયા પર ઢગલાબંધ પ્રતિક્રિયાઓની આવી ગઈ.બોલીવૂડના આ બે દિગ્ગજ સ્ટાર્સ સલમાન ખાન અને સંજય દત્તે એકવાર ફરી પોતાના ફૅન્સના દિલ જીતી લીધાં છે. પરંતુ આ વખતમાં કોઈ બોલીવૂડ ફિલ્મ માટે નહીં, પરંતુ સાઉદી એક્શન થ્રિલર ફિલ્મ ૭ ડોગ્સના ટ્રેલર દ્વારા બંનેએ ખુબ ખ્યાતી અને લોકપ્રિયતા મેળવી છે.

ટ્રેલર ઇન્ટરનેટ પર રિલીઝ થતાં જ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર ધમાકો થયો. ખાસ કરીને એક્શન સીન વચ્ચે સલમાન અને સંજયના સરપ્રાઇઝ કેમિયોની ઝલક સામે આવતાં જ ફૅન્સની ખુશીથી છલકાઇ ઉઠ્યા હતા. ૭ ડોગ્સ એક હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર છે, જેનું નિર્દેશન આદિલ એલ અરબી અને બિલાલ ફલ્લાહે કર્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળે છે, જ્યાં તેઓ એક ડાયલોગ કહે છે.

યુ કનો વોટ હીડઝ હી ડોક્યુમેન્ટ્‌સ હીસ હોલ લાઈફ .” ત્યારબાદ સંજય દત્તની એન્ટ્રી થાય છે. હાથમાં ગેજેટ અને પ્રભાવશાળી હાજરી સાથે, જે દર્શકોને તેમના પાત્રનું મૂલ્યાંકન કરવા મજબૂર કરે છે. સલમાનના ફૅન્સનું કહેવું છે કે તેઓ માત્ર અભિનેતાની હાજરીને કારણે જ આ ફિલ્મ જોવા જશે.જો કે ફિલ્મ મેકર્સે હજુ સુધી બંનેના પાત્રોની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી, પરંતુ એનો અર્થ એ નથી કે તેમનો કેમિયો નાનો છે.

વાસ્તવમાં, આ ટ્રેલરના સૌથી મોટા આકર્ષણોમાંનું એક બની ગયું છે. ટ્રેલર રિલીઝ થતાં જ ફૅન્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી—ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું કે ટ્રેલર જોઈને તેઓ ખૂબ ઉત્સાહિત થયા છે, તો કેટલાકે “રિયલ કિંગ ઓફ બોલીવૂડ” જેવી ટિપ્પણીઓ પણ કરી છે. એટલું જ નહીં, ફૅન્સે સલમાન અને સંજયની જોડીને પણ યાદ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.