Western Times News

Gujarati News

દિગ્દર્શકની હકાલપટ્ટી થતાં તમન્નાની રાગિણી એમએમએસ થ્રી રખડી પડી

મુંબઈ, તમન્ના ભાટિયાની ફિલ્મ ‘રાગિણી એમએમએસ થ્રી’ અટકી પડી છે. ફિલ્મ માટે દિગ્દર્શક તરીકે સાહિર રઝાની પસંદગી કરાઈ હતી. પરંતુ, કહેવાય છે કે સાહિર રઝાએ આ પ્રોજેક્ટ માટે ટાઈમ જ આપ્યો ન હતો.

આથી તેને દિગ્દર્શક તરીકે પાણીચું અપાયું છે અને ફિલ્મ હાલ મુલત્વી રાખી દેવામાં આવી છે. એકતા કપૂરની આ બહુચર્ચિત ળેન્ચાઈઝીમાં તમન્નાને જોવા ઈચ્છતા ચાહકો નિરાશ થઈ ગયા છે. સાહિર રઝા હાલ એક ઓટીટી શો હોસ્ટ કરી રહ્યો છે. તેના કારણે તે ફિલ્મ દિગ્દર્શન માટે સમય ફાળવી શક્યો ન હતો.

હવે એકતા કપૂર તેના સ્થાને નવા ડાયરેક્ટરને શોધી રહી છે. જોકે, આ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે તે નક્કી નથી. આથી, હાલ પૂરતી તો આ ફિલ્મ ઠપ જ થઈ ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.