Western Times News

Gujarati News

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની  અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું કરાયું સફળ આયોજન

અમદાવાદ, AI આધારિત ભાષિણી‘ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે.

ડિજિટલ યુગમાં ભાષિણી ટૂલ્સના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છેજેથી વિષય-ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશેતેમ આજે ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ડિજિટલ ઈન્ડિયા ભાષિણી‘ ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ભાષિણી રાજ્યમ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ‘અક્ષર દ્રષ્ટિ’ પોર્ટલનું લોન્ચિંગ કરીને નાગરિકોની સેવામાં કાર્યરત કર્યું હતું. આ સમગ્ર વર્કશોપ દરમિયાન સરકારી સેવાઓમાં ભાષાંતરની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કેભાષાના કારણે કોઈપણ કામ અટકવું જોઈએ નહીં તેવા મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા‘ અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- AI આધારિત ભાષિણી ટૂલ્સ વિકસાવવામાં આવ્યું છે. જેના અમલથી ભારતીયોને વૈશ્વિક સ્તરે સંવાદ કરવામાં ખૂબ જ સરળતાની સાથે અન્ય ઉપર આધારિત રહેવું નહીં પડે અને કામમાં વધુ ઝડપ આવશે.

મંત્રીશ્રીએ જાપાનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કેજાપાનમાં એક પણ સાઈન બોર્ડ અંગ્રેજી ભાષામાં નથી પરંતુ તેની પોતાની ભાષામાં છે. આગામી સમયમાં શાળાકોલેજ અને વિશ્વવિદ્યાલયમાં પણ આ ટૂલ્સના ઉપયોગથી વિદ્યાર્થીઓ વધુ ભાષાઓ સમજી અને શીખી શકશે જેથી તેમના જ્ઞાનમાં વધારો થશે.

મંત્રી શ્રી કહ્યું હતું કે, AI આધારિત ભાષિણી‘ પોર્ટલ થકી ગુજરાત સરકારની વેબસાઈટ અને પરિપત્રોને પણ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી શક્યા છીએ. રાજ્ય સરકારની બહુભાષી ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય પહેલ ભાષિણી વિષયક આ એક દિવસીય વર્કશોપ કર્મચારીઓ-અધિકારીઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.

તેમણે કહ્યું કેઅસરકારક અને સમાવેશી જાહેર સેવા પ્રદાન માટે ભાષા એક મહત્વપૂર્ણ સાધન છે. નાગરિકોને સમજાય તેવી ભાષામાં સેવાઓ ઉપલબ્ધ થાય ત્યારે જ ડિજિટલ ગવર્નન્સના હેતુઓ સિદ્ધ થાય છે. ગુજરાતમાં મોટા ભાગના નાગરિકો ગુજરાતી તથા અન્ય ભારતીય ભાષાઓમાં સંવાદ કરવાનું પસંદ કરે છે. તેથી સરકારી સેવાઓમાં ભાષા અવરોધ ન બને તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

મંત્રી શ્રી મોઢવાડિયાએ કહ્યું કેકેન્દ્ર સરકારના MeitY દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ શરૂ કરાયેલ ભાષિણી ભાષાંતરઅવાજ આધારિત સેવા અને બહુભાષી AI સુવિધાઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરુ પાડે કરે છે. ભાષિણીના અમલથી નાગરિક સેવા પોર્ટલહેલ્પડેસ્કચેટબોટ અને અવાજ આધારિત સેવાઓને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરી શકાય છેજેના દ્વારા વધુ પારદર્શિતાસુલભતા અને સમાવેશિતા આવે છે. આ રાષ્ટ્રીય ડિજિટલ પહેલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે તેમજણાવી ભાષિણી ટૂલ્સનો મહત્તમ ઉપયોગ કરીને તેને જન-જન સુધી લઈ જવા મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

ડિજિટલ ઈન્ડિયા ભાષિણી‘ ડિવિઝનના CEO શ્રી અમિતાભ નાગે વર્કશોપના સફળ આયોજન બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કેભાષિણી રાજ્યમ વર્કશોપના આયોજનથી અધિકારીઓ-કર્મચારીઓ અંગ્રેજી સિવાયની સ્થાનિક ભાષાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશેજે શાસન વ્યવસ્થામાં ખૂબ મદદરૂપ થશે. ભારત એ ભાષાનો‌ સમૃદ્ધ વારસો ધરાવે છેજેથી તમામ ભાષાઓ જાણવી-સમજવી જરૂરી છે.

ભારતીય ભાષાઓને જાણવા માટે હવે AI આધારિત ભાષિણી ટૂલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. જે AI આધારિત ટૂલ્સ હોવાથી તેમાં નાના-મોટા સુધારા-વધારા કરવા જરૂરી છે. ટેકનોલોજીના માધ્યમથી ભાષિણીમાં સમયાંતરે શોધ અને સંશોધન થઈ રહ્યા છે જે તેને વધુ શ્રેષ્ઠસચોટ અને સરળ બનાવશે તેવું શ્રી અમિતાભ નાગે ઉમેર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિતાભે અંગ્રેજીમાં કરેલા સમગ્ર સંબોધનનું ભાષિણી ટૂલ્સ થકી ગુજરાતીમાં લાઈવ ટ્રાન્સલેશન કરીને બતાવવામાં આવતું હતું.

આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સચિવ શ્રી પી. ભારતીએ જણાવ્યું હતું કેઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ–AI એ માત્ર ટેકનોલોજી નથીપરંતુ તે વહીવટી ક્ષમતા અને નાગરિકોને વધુ સશક્ત બનાવવાનું માધ્યમ છે. આપણે AIનો ઉપયોગ ઉત્તમ સેવા અને સરળતા વધારવા માટે કરવા માંગીએ છીએ. સાથે જતે વિશ્વાસપાત્રસુરક્ષિતપ્રાઈવેસીનું રક્ષણ કરનાર અને સર્વસમાવેશક તેમજ દરેક નાગરિક માટે દરેક ભાષામાં કામ કરતું હોવું જોઈએ. ભાષિણી‘ ખાસ કરીને વોઈસ અને લેંગ્વેજ ટૂલ્સ બનાવવામાં મદદ કરે છેજેથી નાગરિકો તેમની પસંદગીની ભાષામાં ડિજિટલ સેવાઓ મેળવી શકે.

ગુજરાત સરકારના પ્રયાસોની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કેરાજ્ય સરકાર ટૂંક સમયમાં AI પર ધ્યાન કેન્દ્રિત કરતું ડીપ ટેક મિશન‘ જાહેર કરવા જઈ રહી છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન‘ અને ‘AI સેન્ટર ઓફ એક્સેલન્સ‘ તેમજ ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ અને ભવિષ્ય માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં આવશે.

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના એમડી શ્રી અરવિંદ વિજયને સ્વાગત કરતાં જણાવ્યું હતું કેઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થકી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આંતરિક વહીવટ અને નાગરિક કેન્દ્રીત સેવાઓ વધુ ઉત્તમ બની શકે છેજે અંતર્ગત ભાષિણી‘ ટૂલ ખૂબ જ સુસંગત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો જ્યારે અલગ-અલગ AI સોલ્યુશન્સ અપનાવી રહ્યા છેત્યારે તમામ પોર્ટલ વચ્ચે સંકલન જળવાય તે માટે યુનિફાઇડ AI પોલિસી‘ અને ચોક્કસ ધોરણો નિર્ધારિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. Gujarat Unified Data Stack-GUDS પ્રોજેક્ટ હેઠળ એક યુનિફાઇડ ડેટા પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલ દ્વારા નાગરિકોના ડેટાનો એક ગોલ્ડન રેકોર્ડ‘ તૈયાર થશેજેનાથી ડેટા માઇનિંગ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં સચોટતા આવશે.

ડિજિટલ ઈન્ડિયા ભાષિણી ડિવિઝન-DIBDના સિનિયર મેનેજર શ્રી અજય સિંઘ રાજાવતે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ એક દિવસીય વર્કશોપ દરમિયાન નિષ્ણાંતો દ્વારા ભાષિણી‘ ઉડયત, ‘ભાષિણી‘ એપ મિત્ર, ‘ભાષિણી‘ પ્રવક્તાકાનૂની અને નિયમન જેવા વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.  

આ વર્કશોપમાં વિવિધ વિષય નિષ્ણાંતો, MeitY અને રાજ્યભરમાંથી GILના ઉચ્ચ અધિકારીઓ–કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.