ગુજરાતની મહાનગરપાલિકાની ભરતીમાં હવે ૩૩% મહિલા અનામત લાગુ થશે
પ્રતિકાત્મક
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય સરકારના ધોરણે ભરતી પ્રક્રિયામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત રાખવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં આવનારા સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે તેમાં ૩૩% મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે પછીની ભરતીની એડવર્ટાઇઝમેન્ટમાં મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે ૩૩% મહિલા અનામત માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
કમીટી ઘ્વારા અંદાજીત ૨૧૬ કરોડનાં વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હાથીજણમાં યુએચસી, એસએચસીનો સમાવેશ કરવામાં આવશે. તેમજ તળાવો, વોટર, ડ્રેનેજ અને ચાર બ્રીજોની નીચેનાં બેરિંગોને બદલવાની મંજૂરી અપાઇ છે. વધુમાં ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અગાઉ એએમસીએ ટ્રાફિક પોલિસ સાથે સંકલન કરીને ટ્રાફિક પોલિસનાં અભિપ્રાયો મંગાવ્યા હતાં. જેમાં ૮૫ જેટલા લેફ્ટ ટર્નને ખુલ્લા કરવા માટેનાં સૂચનો ટ્રાફિક પોલિસ તરફથી આવ્યાં હતાં. તે અંતર્ગત ૫૫ જેટલાં લેફ્ટ ટર્નોને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.
દાણાપીઠ ફાયર સ્ટેશન અને ર્પાકિંગને પણ ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધીમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. જે માટેની કેટલીક પરવાનગી લેવાની બાકી હોઇ અને તેની ઓનલાઇન પ્રક્રિયાની પ્રક્રિયાની પરવાનગી મળી જતાં જ ટૂંક સમયમાં મધ્યઝોનનાં આ ફાયર સ્ટેશન અને ર્પાકિંગનું લોકાર્પણ કરવામાં આવશે,
જેથી આ વિસ્તારનાં લોકોને પણ ર્પાકિંગ તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. તેમજ ખારીકટ કેનાલનાં પ્રાથમિક તબક્કાની વાત કરું તો તેનાં ફેઝ વનનો સાડા બાર કિલોમિટરનું કામ પૂર્ણતાને આરે છે. ફેઝ વનમાં ૨૦૫ જેટલા પોલ ઊભા થઇ ગયા છે. તેમજ તેનાં બ્યૂટિફિકેશન માટેની કામગીરી આવનારા સમયમાં શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં લગભગ ૧૦૦૦ કરોડનો પ્રોજેક્ટ છે જે હાલ પૂર્ણતાને આરે છે અને ફેબ્રુઆરી મહિનાનાં અંતમાં ખારીકટ pરટ્ઠજી-૧ પર રોડ-શો અને pરટ્ઠજી-૨ નું ખાત મુહૂર્ત મુખ્યમંત્રી શ્ ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવશે.આ ઉપરાંત ૧૩મી ફેબ્રુઆરીએ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સ્કૂલ બોર્ડનાં ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત એએમટીએસની ૯ જેટલી બસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
