Western Times News

Gujarati News

અંબાજીમાંથી વિદેશી દારૂ ભરેલી થાર ગાડી ઝડપાઈ

(પ્રતિનિધિ) અંબાજી, ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારુની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે, શ્રી વી.બી.બારડ, નાયબ પોલીસ અધિક્ષક, દાંતા વિભાગ, દાંતા નાઓના માર્ગદર્શન હેઠળ, શ્રી સી.એફ.ઠાકોર, પોલીસ ઇન્સ્પેકટર,

અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સાથે પોસ્ટે નો સ્ટાફ પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથે ના અ.પો.કો મયુરકુમારને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે કોટશ્વર ત્રણ રસ્તા ખાતે થી દારૂ ભરેલ ગાડી નો પીછો કરી ચીખલા ગામની સીમમાંથી મહીન્દ્રા કંપનીની ટેક્સી પાર્સગની શોર્ટ ડી.આઈ. ગાડી જુના મોડેલની થાર ગાડી રજી.નં- ઇત્ન-૨૪-્‌છ-૧૫૮૪ ની ગાડીમાં

અલગ-અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ બોટલ નંગ-૧૯૧૨ કી.રૂ.૩,૩૦,૪૦૮/-તથા બીયર બોટલ કુલ નંગ-૩૩૬ કી. રૂ.૧,૦૨,૪૮૦/- મળી કુલ રૂ.૪,૩૨,૮૮૮/- તથા એક મહિન્દ્રા કંપનીની શોર્ટ ડી.આઈ ગાડી નંબર- ઇત્ન-૨૪-્‌છ-૧૫૮૪ કીંમત રૂપીયા-૨,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપીયા- ૬,૩૨,૮૮૮/- નો મુદ્દામાલ હેરાફેરી કરતા ગાડી મુકી નાશી જઈ તેના વિરુધ્ધ મા અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મહીન્દ્રા કંપનીની ટેક્સી પાસીંગની શોર્ટ ડી.આઈ. જુના મોડેલની થાર ગાડી નો ચાલક ઝડપાયો છે.

કામગીરી કરનાર અધિકારીઓમાં સી.એફ.ઠાકોર, પો.ઈન્સ.,અંબાજી, બી.જે.ગોલેતર, પો.સબ ઈન્સ., અંબાજી, શંકરભાઈ, એ.એસ.આઈ., અંબાજી, મગનભાઈ, એ.એસ.આઈ., અંબાજી, દીનેશભાઈ, હેડ કોન્સ.,અંબાજી, મકશીભાઈ, પો.કોન્સ., અંબાજી, મયુરભાઈ, પો.કોન્સ., અંબાજી, રજનીશભાઈ,પો.કોન્સ.,અંબાજી અને દિનેશભાઈ, પો.કોન્સ., અંબાજીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.